fbpx
બોલિવૂડ

ભારતની પહેલી એવી ફિલ્મ જેના માટે ૫ લાખ ખેડૂતોએ આપ્યા પૈસા, ૨ નેશનલ એવોર્ડ મળ્યા

સામાન્ય રીતે ફિલ્મોનું નિર્માણ મોટા મોટા પ્રોડક્શન હાઉસ અથવા તો પૈસાદાર પ્રોડ્યુસર્સ કરતા હોય છે. પરંતુ વર્ષ ૧૯૭૬માં એક એવી ફીલ રિલીઝ થઇ હતી, જેને દેશના ૫ લાખ ખેડૂતોએ પ્રોડ્યુસ કરી હતી. દેશના ૫ લાખ ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણીમાંથી ૨-૨ રૂપિયાનો ફાળો આપીને ફિલ્મ ‘મંથન’ને પ્રોડ્યુસ કરી હતી. એટલું જ નહીં, આ ફિલ્મની દમદાર સ્ટારકાસ્ટ અને વાર્તાને લઈને ૨ નેશનલ એવોર્ડ્‌સ પણ મળ્યા હતા. શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને ઓસ્કર માટે પણ મોકલામાં આવી હતી. ડિરેક્ટર શ્યામ બેનેગલની ફિલ્મોને આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ અંકુર, નિશાંત અને મંડી જેવી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે. તેઓ અલગ પ્રકારની વાર્તાઓ સ્કિન પર લાવવા માટે ઓળખાય છે અને આવી જ એક ફિલ્મ હતી ‘મંથન’. વર્ષ ૧૯૭૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મંથન’ ભારતીય સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. પરંતુ ઘણા લોકો નહીં જાણતા હોય કે આ ફિલ્મને ૫ લાખ ખેડૂતોએ પ્રોડ્યુસ કરી હતી. જણાવી દઈએ કે સ્મિતા પાટીલ દ્વારા અભિનીત ફિલ્મ ‘મંથન’ શ્વેત ક્રાંતિ પર આધારિત છે.

આ ફિલ્મના કો-રાઇટર ડૉ. વર્ગીસ કુરિયન હતા, જેમણે શ્વેત ક્રાંતિમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ડૉ. વર્ગીસ કુરિયન અમૂલના સંસ્થાપક છે. તેમણે વર્ષ ૧૯૭૦માં ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી, જેનાથી ભારતમાં શ્વેત ક્રાંતિ આવી અને ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ટોચના ક્રમે પહોંચ્યું. ત્યારે શ્યામ બેનેગલે આ સફળતા પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને ફિલ્મ મંથનનું નિર્માણ શરુ થયું. આ ફિલ્મની વાર્તા સહકારી સમિતિ બનાવવા માંગતા સામાન્ય ગામવાસીઓ પર આધારિત હતી. આ ફિલ્મનું બજેટ ૧૦-૧૨ લાખ જેટલું હતું, પરંતુ આ પૈસા કાયા પ્રોડ્યુસર્સ લગાવશે તેની ચિંતા હતી. ત્યારે ડૉ. વર્ગીસ કુરિયનને ખેડૂતો પાસેથી ફાળો ઘરાવવાનો આઈડિયા આવ્યો. જયારે ફાળો ઉઘરાવવાનો સમય આવ્યો, ત્યાં સુધીમાં કુરિયને ગુજરાતમાં બનાવેલી સહકારી સમિતિમાં ૫ લાખ ખેડૂતો જાેડાઈ ચુક્યા હતા. આ ખેડૂતો સહકારી મંડળીમાં સવાર-સાંજ દૂધ વેચવા આવતા હતા. તેઓને એક પેકેટ દૂધના ૮ રૂપિયા મળતા હતા. એક દિવસ કુરિયને ખેડૂતોને કહ્યું કે તેઓ દૂધ ૬ રૂપિયામાં વેચે અને તેમાંના બાકી રહેલા ૨ રૂપિયા દરેક પાસેથી લઈને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મ ૧૯૭૬ની હિટ ફિલ્મ સાબિત થઇ. મંથનમાં તે સમયના મોટા કલાકારોએ કામ કર્યું હતું. જેમાં સ્મિતા પાટીલ, ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા અને અમરીશ પુરી સહીતના કલાકારોએ આ ફિલ્મમાં પોતાનો જીવ રેડી દીધો હતો. ફિલ્મ મંથનને વર્ષ ૧૯૭૬માં ૨ નેશનલ એવોર્ડ મળ્યા હતા અને આ ફિલ્મ દેશ-વિદેશમાં વખણાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/