fbpx
બોલિવૂડ

ટાઈગર ૩ સામે બાથ ભીડવા ‘ખિચડી’ની ટીમનું એલાન

રમૂજી કારનામાઓથી પેટ પકડીને હસાવવા માટે વિચિત્ર પારેખ પરિવારે ફરી તૈયારીઓ શરૂ કરી છે. ૨૦૧૦ના વર્ષમાં એનાઉન્સ થયેલી ખિચડીની સીક્વલનું એઉનાન્સમેન્ટ થયું છે. ફિલ્મના ટીઝરમાં ફરાહ ખાન પારેખ પરિવારને એક મિશન પર મોકલે છે. સીક્વલને ‘ખિચડી ૨ મિશન પાનથુકિસ્તાન’ ટાઈટલ અપાયું છે. દિવાળી પર ખિચડી ૨ને રિલીઝ કરવામાં આવશે અને આ સાથે તેની સીધી ટક્કર સલમાન ખાનની મેગા બજેટ ફિલ્મ ટાઈગર ૩ સાથે જાેવા મળશે. ખિચડી ફિલ્મ બની તે પહેલાં આ નામથી નાટકે ધૂમ મચાવી હતી. જૂની હવેલીમાં રહેતા પારેખ પરિવારમાં રમૂજી ઘટનાઓના રમખાણે બાદમાં વેબ સિરીઝ સ્વરૂપે પણ સફળતા મેળવી હતી. ગુજરાતી પરિવારની નિર્દોષ હરકતો દરેકના ચહેરા પર હાસ્ય લાવી રહી હતી. ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતા નાટકને મળેલી સફળતાના પગલે હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. બોલિવૂડમાં હાલ સીક્વલનો દોર ચાલી રહ્યો છે

ત્યારે ઘણી ફિલ્મોમાં કાસ્ટ બદલવામાં આવી છે. જાે કે ખિચડીમાં ચટાકેદાર વઘાર જાળવી રાખવા માટે જૂની કાસ્ટ યથાવત રખાઈ છે. જેમાં સુપ્રિયા પાઠક, રાજીવ મેહતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, ક્રિતિ કુલ્હરી જાેવા મળશે. આ ઉપરાંત એક્ટર કો-પ્રોડ્યુસર જમનાદાસ મજેઠિયા (જેડી) અને ફરાહ ખાન પણ મહત્ત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મના લેખક અને ડાયરેક્ટર આતિશ કાપડિયા છે. દિવાળીના સમયગાળાને પડદા પર રજૂ કરતી આ ફિલ્મમાં પારિવારિક એકતા, માનવતા, દયા અને કુટુંબ સ્નેહનો સરવાળો છે. આ ફિલ્મ દિવાળી પર જ રિલીઝ કરવામાં આવશે. દિવાળી પર અગાઉથી સલમાન ખાન અને કેટરિના કૈફની બિગ બજેટ એક્શન ફિલ્મ ટાઈગર ૩નું બુકિંગ થયેલું છે. બ્લોકબસ્ટર સાબિત થયેલી ટાઈગર ફ્રેન્ચાઈઝીના નામને જાળવી રાખવા યશરાજ ફિલ્મ્સે ધૂમ ખર્ચ કર્યો છે. બોલિવૂડમાં એક્શન ફિલ્મોના દબદબા વચ્ચે વેલકમ અને હેરાફેરી જેવી કોમેડી ફિલ્મોની સીક્વલ બની રહી છે. જે સાબિત કરે છે કે, કોમેડીની લોકપ્રિયતા હજુ અકબંધ છે. જાણીતી સ્ટાર કાસ્ટની સામે નીવડેલા કલાકારો અને ફેમિલી એન્ટરટેઈનમેન્ટને રજૂ કરવાનો ર્નિણય શું રંગ લાવે છે તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/