fbpx
બોલિવૂડ

જેલર, ગદર ૨ ફિલ્મની કમાણી સ્પીડ થઈ ઓછી

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ ૧૦ ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. આ થલાઈવર ફિલ્મ નેલ્સન દિલીપકુમારે ડિરેક્ટ કરી છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ક્રેઝ હતો પરંતુ ખબર નહોતી કે આ ફિલ્મ ઓગસ્ટમાં કલેક્શનની સુનામી લાવશે. ફિલ્મે શરૂઆતના દિવસે ૯૫.૭૮ કરોડનો બિઝનેસ કર્યો હતો. રજનીકાંતની ફિલ્મે બીજા વિકેન્ડ પર ઘણી કમાણી કરી હતી, જેના કારણે ફિલ્મનો બિઝનેસ ૫૦૦ કરોડને પાર કરી ગયો હતો. આ ફિલ્મે માત્ર ભારતમાં ૧૦મા દિવસે ૩૮.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, ફિલ્મે ૧૧માં દિવસે ૧૯ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે અઠવાડિયાના દિવસોમાં રજનીકાંતની ફિલ્મનો ક્રેઝ થોડો ઓછો થયો છે. સોમવારના પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે ૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ટ્રેડ એનાલિસ્ટના મતે મંગળવારથી શુક્રવાર સુધી ‘જેલર’ના કલેક્શનમાં થોડો ઘટાડો જાેવા મળી શકે છે. તે જ સમયે, ત્રીજા શનિવાર અને રવિવારે, ફરી એકવાર ફિલ્મના કલેક્શનમાં તેજી જાેવા મળી શકે છે. રાજકાંતની ફિલ્મના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ તો ઓપનિંગ ૯૦ કરોડ પછી બીજા દિવસે ૫૬.૨૪, ત્રીજા દિવસે ૬૮.૫૧, ચોથા દિવસે ૮૨.૩૬, પાંચમા દિવસે ૪૯.૦૩, છઠ્ઠા દિવસે ૬૪.૨૭, સાતમા દિવસે ૩૪.૬૧, ૮મા અને ૯મા દિવસે ૧૦, ૧૧માં દિવસે ૧૯ કરોડોનો વેપાર કર્યો છે. રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ સાઉથની ૭મી ફિલ્મ બની છે, જેણે ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. ‘જેલર’ પહેલા ‘બાહુબલી’, ‘બાહુબલી ૨’, ‘૨.૦’, ‘ઇઇઇ’,’દ્ભય્હ્લ ૨’ અને ‘ર્ઁહહૈઅટ્ઠહ જીીઙ્મદૃટ્ઠહ ૧’ આ ટાઇટલ જીતી ચૂકી છે. બીજી તરફ રજનીકાંતની ફિલ્મને જાે કોઈ સ્પર્ધા આપી રહ્યું હોય તો તે સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ છે. સની અને અમીષા પટેલની આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં ઘણી કમાણી કરી રહી છે. જાેકે, સપ્તાહના દિવસોમાં સનીની ફિલ્મની ગતિ પણ ધીમી પડી છે. ૧૦માં દિવસે ફિલ્મે ૩૮ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો અને ફિલ્મે ૩૭૫ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. બીજી તરફ, ૧૧માં દિવસના પ્રારંભિક આંકડા (સેક્નિલ્ક) અનુસાર, ફિલ્મે ૧૪ કરોડની કમાણી કરી છે. એટલે કે ફિલ્મ ટૂંક સમયમાં ૪૦૦ કરોડનો આંકડો પાર કરી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/