fbpx
બોલિવૂડ

મલાઇકા અરોરાએ અર્જૂન કપૂર સાથે કરી લીધું બ્રેકઅપ?.. આ એક પોસ્ટથી શરૂ થઇ ચર્ચા

બોલિવૂડના પાવર કપલ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ પોતાના રિલેશનને છુપાવીને નથી રાખ્યાં પરંતુ આખી દુનિયા સામે ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. વેકેશનથી લઇને સેલિબ્રેશન સુધી બંને દરેક ઇવેન્ટમાં એક સાથે જાેવા મળે છે. જાે કે હાલમાં જ આ કપલના બ્રેકઅપની શોકિંગ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ ચર્ચાઓ શરૂ થઇ અર્જૂન કપૂરની એક પોસ્ટ પછી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ. તેવામાં હવે બ્રેકઅપની ખબરો વચ્ચે કપલના એક નજીકના વ્યક્તિએ રિએક્શન આપ્યું છે. ખરેખર, અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર આવી એક પોસ્ટ કરી છે, જેના પછી ઘણા લોકો તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ કરી રહ્યા છે. ૧૨ વર્ષનો એજ ગેપ ઘણીવાર આ કપલ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલનો મુદ્દો બની જાય છે. જાે કે, અર્જુન અને મલાઈકા આવી નકારાત્મકતાથી અડગ છે અને ચાર વર્ષથી એકબીજાની સાથે છે.

જ્યારે ફેન્સ ઉત્સાહિત છે કે બંને ગમે ત્યારે ટૂંક સમયમાં લગ્ન કરીને બધાને સરપ્રાઇઝ કરી શકે છે, નેટીઝન્સનો એક વર્ગ માને છે કે આ કપલ અલગ થવા તરફ આગળ વધી રહ્યું છે. ખરેખર, અર્જૂન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં જ કેટલાક વેકેશન ફોટોઝ શેર કર્યા હતાં. આ ફોટોઝમાં અર્જૂન કપૂર એકલો જ વેકેશન એન્જાેય કરતા જાેવા મળી રહ્યો છે. તે આ સોલો ટ્રિપ પર ખૂબ જ એન્જાેય કરતા જાેવા મળ્યો પરંતુ અર્જૂન કપૂરની આ પોસ્ટ પર ગર્લફ્રેન્ડ મલાઇકાએ કોઇ રિએક્શન ન આપ્યું. તેવામાં મલાઇકા પણ એકલી જ એપી ધિલ્લોનની મુંબઇમાં આયોજિત એક ઇવેન્ટમાં પહોંચી હતી. તેવામાં હંમેશા સાથે જાેવા મળતાં આ કપલને આ રીતે અલગ-અલગ જાેઇને લોકો ચોંકી ઉઠ્‌યા. ઘણા લોકોએ આ તસવીરોના કારણે બ્રેકઅપની ચર્ચા શરૂ કરી દીધી. તેવામાં હવે આ અફવાઓ પર બંનેના એક કોમન ફ્રેન્ડે હકીકત જણાવી છે. આ નજીકના સૂત્રએ જણાવ્યું કે, મલાઇકા અને અર્જૂન બ્રેકઅપના સમાચાર વાંચીને હસી રહ્યાં છે. તેમને સમજાતું નથી કે આ પ્રકારના સમાચાર પર રિએક્શન કેવી રીતે આપવું. આ ફ્રેન્ડે જણાવ્યું કે, મલાઇકા અને અર્જૂન જાણે છે કે લોકો સમજ્યા-વિચાર્યા વિના જ જજ કરવા લાગે છે. તેથી તેઓ આ પ્રકારની અફવાઓ પર રિએક્ટ ન કરવાનું જ યોગ્ય સમજે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/