fbpx
બોલિવૂડ

ઈસરોના મિશન ચંદ્રયાન-૩ કરતાં વધુ બજેટ ધરાવતી આદિપુરુષ ફરી ટ્રોલ થઈ

આ વર્ષે જૂન મહિનામાં પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના ડાયલોગ્સ, કેરેક્ટર્સના લૂક અને સ્પેશિયલ ઈફેક્ટ્‌સના કારણે ઓડિયન્સ નારાજ થયું હતું. રૂ.૬૫૦-૭૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને ઓડિયન્સે ફ્લોપની કેટેગરીમાં લાવી દીધી છે. ચંદ્રયાન ૩ માટે આદિપુરુષ કરતાં ઓછું બજેટ રખાયું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર ચંદ્રયાન ૩ સાથે આદિપુરુષના બદેટની સરખામણી થઈ રહી છે. ઈસરોએ સફળ બનાવેલા ચંદ્રયાન ૩નું બજેટ રૂ.૬૧૫ કરોડ જેટલું છે. આ મિશનની સફળતાએ વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનાર પ્રથમ દેશ તરીકે ભારતે સિદ્ધિ મેળવી છે. દેશને અનોખું ગૌરવ અપાવનારા ચંદ્રયાન ૩ની સફળતાને બિરદાવતાં સોશિયલ મીડિયા યુઝર્સ આદિપુરુષને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે જણાવ્યું હતું કે, આદિપુરુષના રૂ.૬૦૦ કરોડ ઈસરોના વિજ્ઞાનીઓને આપી દેવા જાેઈએ. અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે, આદિપુરુષ જેવા કચરા માટે થયેલા ખર્ચનો યોગ્ય ઉપયોગ થયો હોત તો ચંદ્ર અભિયાન સફળ થઈ શકત. ચંદ્રયાન ૩ અને આદિપુરુષને સરખાવતી અનેક મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આદિપુરુષના ધબડકાએ પાન ઈન્ડિયા સ્ટાર બનવાના પ્રભાસના સપનાને રોળી નાખ્યું છે. પ્રભાસે હવે બોલિવૂડની ફિલ્મોથી દૂર રહી માત્ર સાઉથના પ્રોડક્શન્સમાં કામ કરવાનો ર્નિણય લીધો છે. થીયેટરમાં ધબડકા બાદ આદિપુરુ અત્યારે એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ રહી છે. જાે કે ઓડિયન્સને ઓટીટી પર ણ આ ફિલ્મ પસંદ આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/