fbpx
બોલિવૂડ

આ ફિલ્મોએ દર્શકોના દિલો-દિમાગમાં રાજ કર્યું પરંતુ એવોર્ડ ન જીતી શકી, મેકર્સ નિરાશ થયા

તાજેતરમાં જ ૬૯મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં અભિનેતાઓ, દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓએ એવોર્ડ મેળવીને ઉજવણી કરી હતી. તે જ સમયે, ઘણા લોકોએ એવોર્ડ વિશે નિરાશા વ્યક્ત કરી હતી. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મો માટે મળ્યા હતા. આ વર્ષે એવી ઘણી ફિલ્મો આવી, જેણે લોકોના દિલો-દિમાગ પર રાજ કર્યું, પરંતુ ૬૯માં નેશનલ એવોર્ડ ન મેળવી શકી, પરંતુ આ ફિલ્મોને નોમિનેશન મળ્યું હતુ. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને ‘મિમી’ માટે કૃતિ સેનનને ૬૯માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ‘સરદાર ઉધમ’, ‘ઇઇઇ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ્‌સ’ને વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. અહીં અમે તમને એવી ૫ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નેશનલ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું અને ફેન્સને પણ આ ફિલ્મો જીતવાની આશા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. તમને જણાવીએ આ ફિલ્મો વિશે… તો તમે પણ વિચારે ચઢી જશો કે એક એવોર્ડ નો કદાચ હક હતો આ ફિલ્મને..તેવું વિચારશો. પહેલી ફિલ્મની વાત કરીએ તો, મિનલ મુરલીઃ ટોવિનો થોમસ અભિનીત ફિલ્મ ‘મિનલ મુરલી’ને પણ ૬૯માં નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે મૂળ મલયાલમમાં બનાવવામાં આવી હતી. તમે મિનલ મુરલીને દ્ગીંકઙ્મૈટ પર હિન્દી સહિત ઘણી ભાષાઓમાં જાેઈ શકો છો. સુપરહીરો પર આધારિત ફિલ્મની વાર્તા ખૂબ જ ઈમોશનલ હતી. વિલન અને હીરો બંનેમાં સુપરપાવર આવે છે.

ખાસ વાત એ હતી કે, બંને ખૂબ જ લાગણીશીલ છે. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન બેસિલ જાેસેફે કર્યું હતું. બીજી ફિલ્મની વાત કરીએ તો, કર્ણનઃ ધનુષ અભિનીત ‘કર્ણન’ વર્ષ ૨૦૨૧ની શ્રેષ્ઠ ફિલ્મોમાં ટોચ પર છે. આ ફિલ્મની ચર્ચા દક્ષિણથી ઉત્તર સુધી હતી. ફિલ્મની વાર્તા એક ગામડાની છે, જેમાં કર્ણન નામનો છોકરો ગામવાસીઓ સાથે થતા ખરાબ વ્યવહારનો વિરોધ કરે છે. તે ઘણા સ્ટીરિયોટાઇપ્સને તોડે છે. ફિલ્મમાં બે ગામ વચ્ચેનો સંઘર્ષ પણ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન મારી સેલ્વરાજે કર્યું હતું. ત્રીજી ફિલ્મની વાત કરીએ તો, સરપટ્ટ પરમબરાઈઃ આર્ય સ્ટાર ‘સરપટ્ટ પરમબરાઈ’ જુલાઈ ૨૦૨૧ના રોજ રિલીઝ થઈ હતી. રણજિત દ્વારા નિર્દેશિત. ફિલ્મની વાર્તા ૧૯૭૦ના દાયકાની છે, જેમાં મદ્રાસમાં બોક્સિંગ કલ્ચર ખીલી રહ્યું હતું. આ ફિલ્મમાં બોક્સિંગમાં જાતિવાદ કેવી રીતે વર્ચસ્વ ધરાવે છે તે દર્શાવાયું છે.

વિવેચકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં જાેઈ શકાય છે. ચોથી ફિલ્મની વાત કરીએ તો, જય ભીમઃ સૂર્યા સ્ટારર ફિલ્મ ‘જય ભીમ’ને લઈને સમગ્ર ભારતમાં ચર્ચા હતી. આ ફિલ્મ નવેમ્બર ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં સુરૈયા એક એક્ટિવિસ્ટ વકીલનું પાત્ર ભજવે છે, જે પોલીસ કસ્ટડીમાં ગુમ થયેલા ગરીબ આદિવાસી માટે લડે છે. ફિલ્મની સ્ટોરી હ્રદયસ્પર્શી હતી. તમે તેને પ્રાઇમ વીડિયો પર ઘણી ભાષાઓમાં જાેઈ શકો છો. છેલ્લી અને પાંચમી ફિલ્મની વાત કરીએ તો, માનાડુઃ સિલમ્બરાસન અને એસ.જે. સુર્યા અભિનીત ફિલ્મ ‘મનાડુ’ નવેમ્બર ૨૦૨૧ના રોજ રિલીઝ થશે. આ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ હતી, જેમાં એક પોલીસમેન અને સમયના લૂપમાં ફસાયેલા માણસની વાર્તા છે. બંને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. તમે તેને ર્જીહઅ ન્ૈદૃ પર બહુવિધ ભાષાઓમાં જાેઈ શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/