fbpx
બોલિવૂડ

બ્રેકઅપના રૂમર્સ બાદ મલાઈકા અને અર્જુન લંચ ડેટ પર સાથે જાેવા મળ્યા

છેલ્લા કેટલાક ટાઈમથી બી-ટાઉનમાં એક ફેમસ કપલના બ્રેકઅપની ચર્ચાઓ જાેરશોરથી ચાલી રહી હતી. આ કપલ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અલગ અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. આ બધું અર્જુન કપૂરનું નામ કુશા કપિલા સાથે જાેડાયા પછી થયું, જેણે તાજેતરમાં જ તેના પતિથી છૂટાછેડા લીધા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કુશા કપિલાએ આ અફવાઓને ખોટી કહી. આ પછી પણ અર્જુન-મલાઈકાના બ્રેકઅપની ચર્ચા જાેરમાં હતી, પરંતુ હવે આ કપલે પોતે જ આ અહેવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

મલાઈકા અને અર્જુન કપૂર રવિવારે બપોરે લંચ ડેટ માટે બહાર ગયા હતા, જેની સાથે તેમના બ્રેકઅપની અફવાઓ પર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે. આ કપલ મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન અર્જુન હંમેશની જેમ મલાઈકાનું સાચવતો જાેવા મળ્યો હતો. બ્રેકઅપની અફવાઓ પછી આ પ્રથમ વખત હતો જ્યારે અર્જુન અને મલાઈકા સાથે જાેવા મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે, અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અર્જુન મસાબા મસાબા ૨ સ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાણીએ બંનેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં અર્જુન બ્લેક પેન્ટ અને ફોર્મલ ટી-શર્ટમાં જાેવા મળી રહ્યો છે. આ સાથે તેણે સન ગ્લાસીસ અને બીની કેપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

બીજી તરફ મલાઈકા સુંદર સફેદ કો-ઓર્ડ શોર્ટ સેટમાં જાેવા મળી હતી. જાેકે, આ દરમિયાન બંનેએ પેપ્સ માટે પોઝ આપ્યો ન હતો, પરંતુ અર્જુન કેટલાક કેમેરામેન સાથે વાતચીત કરતો જાેવા મળ્યો હતો. મલાઈકા-અર્જુનના બ્રેકઅપની અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે અર્જુને એક પોસ્ટ શેર કરી. વાસ્તવમાં, મલાઈકાએ ન તો અર્જુને શેર કરેલી પોસ્ટ પર ટિપ્પણી કરી ન તો તેની પોસ્ટને લાઈક કરી. બીજી તરફ, કેટલાક એ પણ નોંધ્યું છે કે, મલાઈકાએ અર્જુનના પરિવારના ઘણા સભ્યોને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા છે. તેમાં અર્જુનની બહેનો અંશુલા કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, પિતા બોની કપૂર અને કાકા અનિલ કપૂરનો સમાવેશ થાય છે. શનિવારના રોજ મલાઈકાની એક પોસ્ટએ આ સમાચારને વધુ ફેલાવ્યા. તેણે ‘જીવનમાં પરિવર્તન’ વિશે સોશિયલ મીડિયા પર એક વિચિત્ર પોસ્ટ કરી હતી, જેના પછી વપરાશકર્તાઓને પુષ્ટિ મળી કે, આ સેલિબ્રિટી કપલનું બ્રેકઅપ થઈ ગયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/