fbpx
બોલિવૂડ

નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ મેકર્સ પર માર્યો ટોણો

નોરા ફતેહીએ હાલમાં જ તેની કારકિર્દી અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક ખરાબ અનુભવો વિશે વાત કરી હતી. નોરા ફતેહી માને છે કે, મુખ્ય ભૂમિકામાં તેને કાસ્ટ ન કરવાનું કારણ તેના ડાન્સ કરવાની પ્રતીભા નથી, પરંતુ મોટા ભાગના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોમાં તેમના પસંદગીની એક્ટ્રેસને વારંવાર કાસ્ટ કરી રહ્યા છે, જેના કારણે તેણીને સારી તક મળી રહી નથી. નોરા ફતેહીએ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’થી પોતાના અભિનયની કારકીર્દીની શરૂઆત કરી હતી, જાેકે, તે ‘ઓ સાકી સાકી’ અને ‘માનિકે’ જેવા ગીતોમાં તેના ડાન્સ મૂવ્સથી પ્રખ્યાત થઈ હતી.

નોરાએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે, તેને લીડ રોલ મળતો નથી કારણ કે, ફિલ્મ નિર્માતાઓ માત્ર જાણીતા ચહેરાઓને જ તક આપતા હોય છે, અને નવી ચહેરો શોધતા નથી. નોરા ફતેહીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતુ કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર માત્ર થોડી જ અભિનેત્રીઓ રાજ કરી રહી છે અને ફિલ્મ મેકર્સ પણ તેના સિવાય કોઈની તરફ ધ્યાન આપતા નથી. અભિનેત્રી નોરાએ ફિલ્મ ઉદ્યોગમાં કઠિન સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો, જ્યાં દર વર્ષે મર્યાદિત સંખ્યામાં જ ફિલ્મો બને છે. નોરા ફતેહી આગામી તેલુગુ ફિલ્મ ‘ફ્‌૧૪’માં જાેવા મળશે, જેમાં તે વરુણ તેજ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.

વરુણ તેજના કરિયરની આ સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. નોરા ફતેહીને ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ અને ‘કિક ૨’ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગના કારણે લોકપ્રિયતા મળી હતી. વર્ષ ૨૦૧૫માં તેણે ‘બિગ બોસ ૯’માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો. ૩૧ વર્ષની નોરા ફતેહીએ રિયાલિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શોમાં જજ પણ રહી ચૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/