fbpx
બોલિવૂડ

બોર્ડર ૨માં સની દેઓલ ફાઈનલ પણ બીજા એકટરો અંગે છે અનિશ્ચિતતા

ગદર ૨ની સફળતાએ સની દેઓલને ફરી એક વાર બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં લાવી દીધા છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી ગદરઃ એક પ્રેમકથાની સીક્વલ ૨૨ વર્ષ બાદ પણ બ્લોકબસ્ટર રહી છે. ગદરની જેમ જ સનીની અન્ય એક ફિલ્મ બોર્ડર પણ ઓડિયન્સને ખૂબ પસંદ આવી હતી. લાંબા સમયથી બોર્ડની સીક્વલ અંગે અટકળોએ વેગ પકડ્યો છે. ગદર ૨માં સની દેઓલને જાેયા બાદ હવે બોર્ડરની સીક્વલ પણ ફાઈનલ થઈ છે.

આ સીક્વલમાં સની દેઓલનો લીડ રોલ ફાઈનલ છે. જાે કે જેકી શ્રોફ, અક્ષય ખન્ના જેવા બોર્ડરના અન્ય સ્ટાર્સ અંગે અનિશ્ચિતતા છે. સની દેઓલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોર્ડર ૨ અંગે વાત કરતા કહ્યું હતું કે, અગાઉ ૨૦૧૫ના વર્ષમાં પણ બોર્ડરની સીક્વલ બનાવવા પ્રયાસ કર્યો હતો. તે સમયે મારી ફિલ્મો ખાસ ચાલતી ન હતી. તેથી લોકોએ ગભરાઈને દૂર ભાગતા હતા.

હવે બધા બોર્ડર ૨ બનાવવા માગે છે. બોર્ડરમાં જે.પી. દત્તાનું ડાયરેક્સન અને પ્રોડક્શન હતું. તેમાં સની દેઓલની સાથે જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, અક્ષય ખન્ના, પુનિત ઈસ્સાર, કુલભુષણ ખરબંદા, તબુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબાની મુખરજી પણ મહત્ત્વના રોલમાં હતા. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગવાલાની લડાઈને આ ફિલ્મમાં રજૂ કરાઈ હતી. ૨૬ વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ લોકપ્રિયત સાબિત થઈ હતી. બોર્ડર ૨ના પ્રોજેક્ટમાં નક્કર પ્રગતિ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે, આમ તો પાછલા બે-ત્રણ વર્ષથી વિચારણા ચાલી રહી છે.

તેના માટે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની એક ઘટના પસંદ કરવામાં આવી છે. અગાઉ આ વિષય પર કોઈ ફિલ્મ બની નથી. ફિલ્મની સ્ટોરી ફાઈનલ છે, પરંતુ સ્ક્રિપ્ટનું કામ હજુ બાકી છે. જે.પી. દત્તાની સાથે તેમનાં દીકરી નિધિ દત્તા આ ફિલ્મમાં પ્રોડક્શન કરવાના છે. ૨૬ વર્ષ પહેલા રિલીઝ થયેલી બોર્ડરના તમામ સ્ટાર્સને રીપિટ કરાય તેવી શક્યતા ઓછી છે. હાલની પેઢીને ગમતાં અને લોકપ્રિયતા ધરાવતા બોલિવૂડ સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવશે. બોર્ડરની જેમ તેની સીક્વલ પણ મલ્ટિસ્ટાર અન બિગ બજેટ હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/