fbpx
બોલિવૂડ

છોકરીઓને મજબૂત બનાવે તેવી ‘મર્દાની’ આવશે : રાની મુખર્જી

રાની મુખરજીએ મર્દાની ફિલ્મથી કમબેક કર્યું હતું. ફિલ્મની સફળતાના પગલે તેની સીક્વલ તૈયાર થઈ હતી અને તેના પણ વખાણ થયા હતા. મર્દાની ફ્રેન્ચાઈઝની બે ફિલ્મોની સફળતા બાદ ત્રીજાે ભાગ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ અંગે રાનીએ જણાવ્યું હતું કે, મર્દાની ૩ના કારણે પરિવર્તન દેખાવું જાેઈએ અને છોકરીઓ મજબૂત થવી જાેઈએ. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ મર્દાની ૩ બનવાની છે અને તેની સ્ટોરી તૈયાર થઈ રહી છે.

રાનીએ મર્દાનીમાં નીડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કર્યો છે. મહિલાઓ પર અત્યાચાર ગુજારતા ગુનેગારોને પાઠ ભણાવવાની કામગીરીને આગળ ધપાવવા રાનીએ કમર કસી છે. આ અંગે વાત કરતા રાનીએ કહ્યું હતું કે, મર્દાની ૩ની સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થયો નથી. યશરાજ ફિલ્મ્સ પાસે સ્ટોરી આઈડિયા ખૂબ મજબૂત છે અને સ્ક્રિપ્ટિંગ શરૂ કરવામાં આવશે. રાનીએ મુખરજીએ મર્દાની અંગે વાત કરતાં કહ્યું હતું કે, સીક્વલની શરૂઆતમાં થોડી નર્વસ થઈ હતી. અગાઉ ક્યારેય સીક્વલમાં કામ કર્યું ન હતું. ફિલ્મ પૂરી થયા પછી તે કેરેક્ટરને ભૂલીને આગળ વધવા ટેવાયેલી હતી.

તેથી આ કેરેક્ટરને ફરી ભજવવાનું આવે તો શું કરવું તેની મને ખબર ન હતી. મર્દાની ૨માં આ ડર દૂર થયો હતો અને તેથી હવે મર્દાની ૩ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છું. મર્દાની ૩માં ફ્રેશ સ્ટોરી લાવવાની ઈચ્છા છે. સારી સ્ક્રિપ્ટની સાથે ફિલ્મમાં બદલાવ લાવવાની ક્ષમતા પણ હોવી જાેઈએ. આ પ્રકારની સ્ટોરી ડેવલપ ન થાય તો ફિલ્મ બનાવવાનો કોઈ મતલબ નથી. આજના સમયમાં લોકોને પ્રસ્તુત લાગે અને છોકરીઓને મજબૂત બનાવે તેવી ફિલ્મ જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/