fbpx
બોલિવૂડ

પ્રભાસની પ્રોજેક્ટ કલ્કિમાં ફહ્લઠ માટે રૂ.૨૩૦ કરોડનો ખર્ચ થશે

બાહુબલિની અભૂતપૂર્વ સફળતા બાદ પ્રભાસની કોઈ ફિલ્મ હિટ રહી નથી. રાધે શ્યામ અને આદિપુરુષ જેવી બિગ બજેટ ફિલ્મોએ પ્રભાસની ચિંતા વધારી છે. જાે કે પ્રભાસનું સ્ટારડમ હજુ જળવાયેલું છે અને જૂની નિષ્ફળતાને ભૂલાવી પ્રભાસે આગામી ફિલ્મ કલ્કિ ૨૮૯૮ છડ્ઢની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મનું કુલ બજેટ રૂ.૬૦૦ કરોડ જેટલું હોવાનું કહેવાય છે. તેમાંથી રૂ.૨૩૦ કરોડ ભવ્ય વીએફએક્સ બનાવવા માટે વાપરવામાં આવશે. બાહુબલિ ૨- ધ કન્ક્‌લ્યુઝનના પગલે પ્રભાસની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી અને પાન ઈન્ડિયા સ્ટાર તરીકે ઊભર્યો હતો.

હિન્દી બેલ્ટમાં પણ પ્રભાસની લોકપ્રિયતાનો લાભ લેવા માટે બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોમાં પણ લીડ રોલ ઓફર થયા હતા. આદિપુરુષના ધબડકા પહેલા પ્રભાસે કલ્કિ ૨૮૯૮ છડ્ઢ સાઈન કરેલી હતી. પ્રોજેક્ટ કે ટાઈટલ સાથે આ ફિલ્મનું પ્રોડક્શન શરૂ થયું હતું અને બાદમાં તેનું નામ જાહેર કરાયુ હતું. તાજેતરમાં વહેતી થયેલી અટકળો મુજબ, કલ્કિ ૨૮૯૮ છડ્ઢ માટે રૂ.૬૦૦ કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. રૂ.૬૫૦ કરોડની આદિપુરુષ બાદ પ્રભાસની બીજી બિગ બજેટ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવશે. તેથી રૂ.૬૦૦ કરોડની કોસ્ટ ફિલ્મના એક ભાગ માટે છે કે બંને ભાગનો સમાવેશ કરાયો છે તે અંગે સ્પષ્ટતા નથી. જાે કે ફિલ્મની ટોટલ કોસ્ટમાંથી ૩૮ ટકા એટલે કે ૨૩૦ કરોડ જેટલી રકમ વીએફએક્સ માટે રાખવાનો ર્નિણય લેવાયો છે. ફિલ્મના મેકર્સ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કલ્કિ ૨૮૯૮ છડ્ઢમાં વીએફએક્સની સારી ક્વોલિટી જાેવા મળશે. કલ્કિ ૨૮૯૮ છડ્ઢને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/