fbpx
બોલિવૂડ

ચંદ્રમુખી ૨ની રિલીઝ પોસ્ટપોન

કંગના રણોત અને રાઘવ લોરેન્સની ફિલ્મ ૧૫ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. કંગના અને ટીમે હોરર કોમેડી ફિલ્મનું પ્રમોશન પણ પૂરજાેશમં ચાલુ કરી દીધું હતું. ફિલ્મને બે વીક માટે પોસ્ટપોન કરવામાં આવે તેવી શક્યતા છે. મેકર્સ દ્વારા આ અંગે એનાઉન્સમેન્ટ થઈ નથી, પરંતુ પોસ્ટ પ્રોક્શન બાકી હોવાથી આ ર્નિણય લેવાય તેવી શક્યતા છે. કેટલાક લોકોના મતે, શાહરૂખની ફિલ્મ જવાનને મળી રહેલા રિસ્પોન્સને જાેઈ રિલીઝ પોસ્ટપોન કરવાની વિચારણા હાથ ધરાઈ છે. ચંદ્રમુખી ૨ની રિલીઝ ડેટ અંગે અસમંજસ વચ્ચે મેકર્સે પ્રમોશનલ ઈવેન્ટ્‌સ યથાવત રાખી છે. જેના ભાગરૂપે ૧૧ સપ્ટેમ્બરે તેલુગુ વર્ઝન માટે હૈદરાબાદ ખાતે એક ભવ્ય સમારોહ રખાયો છે. તેમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સહિત અનેક લોકો ભાગ લેશે.

થોડા દિવસ પહેલાં ચેન્નાઈ ખાતે ફિલ્મના ઓડિયો લોન્ચનું આયોજન થયુ હતું. થોડા દિવસ અગાઉ ચંદ્રમુખી ૨નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં ૨૦૦ વર્ષ જૂની દુશ્મની અને પ્રાચીન હવેલીની ઝલક અપાઈ હતી. આ ફિલ્મમાં રાઘવે વેટ્ટિયન રાજાનો રોલ કર્યો છે, જ્યારે નર્તકીના રોલમાં કંગના રણોત છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રમુખીની પહેલી ફિલ્મમાં રજનીકાંત અને જ્યોતિકા લીડ રોલમાં હતા. કંગનાએ આ પ્રોજેક્ટ મારફતે પાન ઈન્ડિયા ફિલ્મ હાથ પર લીધી છે. કંગનાએ આ ફિલ્મની રિલીઝ પૂર્વે જ સફળતાની આશા વ્યક્ત કરી છે. કંગનાની આ ફિલ્મની રિલીઝ ડેટ જવાનના એક વીક બાદની જાહેર થતાં ઘણાં ટ્રેડ એક્સપર્ટને આશ્ચર્ય થયું હતું. જવાનની રિલીઝ બાદ કંગનાએ શાહરૂખના ભરપૂર વખાણ કર્યા હતા. સામાન્ય રીતે બોલિવૂડ ગેંગ પર ચાબખા મારવા ટેવાયેલી કંગનાના આ વર્તને પણ સરપ્રાઈઝ આપી હતી. ચંદ્રમુખી ૨ ફિલ્મ સાથે સંકળાયેલી આ સરપ્રાઈઝ પરંપરાને આગળ વધારતાં ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/