fbpx
બોલિવૂડ

ફેમસ એક્ટર બીરબલ અને કોમેડિયન સતીન્દર કુમાર ખોસલાનું નિધન

ફેમસ એક્ટર કોમેડિયન સતીન્દર કુમાર ખોસલાનું નિધન થયું છે. ફિલ્મી દુનિયામાં બીરબલ ખોસલાના નામે જાણીતા એક્ટરે મંગળવાર, ૧૨ સપ્ટેમ્બરની સાંજે અંતિમ શ્વાસ લીધાં. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. એક્ટરના નિધનના સમાચારથી મનોરંજન જગત સાથે જાેડાયેલા લોકો દુઃખી છે. સતીન્દરે ઘણી ફિલ્મોમાં પોતાના કોમિક રોલ દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા હતાં. સતીન્દરનો જન્મ ૨૮ ઓક્ટોબર ૧૯૮૮ના રોજ થયો હતો. વર્સેટાઇલ એક્ટરને મુખ્યત્વે કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવતા હતાં. તેમનું સ્ટેજ નામ બીરબલ હતું અને આ જ નામે લોકો તેને ફિલ્મી દુનિયામાં પણ ઓળખતા હતાં. રિપોર્ટ્‌સ અનુસાર, થોડા સમય પહેલા તેમને માથા પર ઇજા થઇ હતી, જે બાદ તેઓ ચિંતિત હતાં.

સતીન્દરે ૮૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધાં. સતીન્દરે ૧૯૬૬માં ‘દો બંધન’ અને ૧૯૬૭માં ‘ઉપકાર’ જેવી ફિલ્મોથી કરિયર શરૂ કર્યુ હતું. તે બાદ વી. શાંતારામની ફિલ્મ ‘બૂંદ જાે બન ગઇ મોતી’ દ્વારા તેમને ઘણી ફેમ મળી હતી. બીરબલે હિન્દી, પંજાબી, ભોજપુરી, મરાઠી ભાષાઓમાં ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. સતીન્દરને આજે પણ લોકો ફિલ્મ ‘શોલે’ માટે યાદ કરે છે. જેમાં તે નાની મૂંછોમાં જાેવા મળ્યા હતાં. તપસ્યા, મેરા ગાંવ મેરા દેશ, ચાર્લી ચેપલિન, અનુરોધ, અમીર ગરીબ, સદમા, હમ હૈ રાહી પ્યાર કે, ગેમ્બલર, ફિર કભી, મિસ્ટર એંડ મિસિસ ખિલાડી, વગેરે જેવી તેમની ખાસ ફિલ્મો રહી. છેલ્લે તે વર્ષ ૨૦૨૨માં ફિલ્મ ‘૧૦ નહીં ૪૦’માં જાેવા મળ્યા હતા. પોતાના કરિયરમાં સતીન્દરે મનોજ કુમાર, રાજેશ ખન્ના, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, મુમતાઝ વગેરે કલાકારો સાથે કામ કર્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે, મનોજ કુમાર અને ડાયરેક્ટર રાજ ખોસલાએ જ તેનું નામ સતીન્દરથી બીરબલ રાખ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/