fbpx
બોલિવૂડ

ફિલ્મ સિંઘમ અગેઈનમાં અર્જુન કપૂર વિલન, સુપર કોપ્સ સામે બાથ ભીડશે અર્જુન કપૂર

અજય દેવગનની હિટ ફિલ્મોમાં સિંઘમની બંને ફિલ્મો મોખરે છે. સિંઘમ અને સિંઘમ રિટર્ન્સની સફળતા બાદ રોહિત શેટ્ટીએ સિંઘમ અગેઈનની તૈયારી શરૂ કરી દીધી છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની સ્પર્ધામાં રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સ તૈયાર કર્યું છે. સિંઘમની ત્રીજી ફિલ્મમાં રોહિત શેટ્ટી ચાર સુપરકોપને મેદાને ઉતારવાના છે અને આ તમામ સામે બાથ ભીડવા માટે વિલનના રોલમાં અર્જુન કપૂરની પસંદગી થઈ છે. રોહિત શેટ્ટીએ સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારને સપોર્ટ કરવા સિમ્બા (રણવીર સિંહ) અને સિંઘમ (અજય દેવગન)ને મેદાને ઉતાર્યા હતા. આ અખતરો સફળ રહ્યા બાદ તેઓ ચોથા સુપર કોપ તરીકે લેડી સિંઘમના રોલમાં દીપિકા પાદુકોણની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્પેશિયલ રોલ માટે ટાઈગર શ્રોફ પણ ફાઈનલ થયો છે. આમ, રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો વ્યાપ વધી રહ્યો છે અને તેઓ હાલ પ્રી-પ્રોડક્શનમાં બિઝી છે. સિંઘમ અગેઈનમાં અર્જુન કપૂરનો મહત્ત્વનો રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેમના કેરેક્ટર અંગે પણ ખુલાસો થયો છે. અર્જુન કપૂર આ ફિલ્મમાં વિલનનો રોલ કરવાના છે. અર્જુને પોતાના રોલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દૃશ્યમ અને ગદર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની સીક્વલને મળેલી સફળતાએ સિંઘમની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે. સિંઘમની ખાસિયત એક્શન સીક્વન્સ અને અસરદાર ડાયલોગ્સ છે. તેથી દરેક કેરેક્ટરની આગવી ઓળખ ઊભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. રોહિત શેટ્ટી અને તેમની ટીમે સ્ક્રિપ્ટ ઉપરાંત વીએફએક્સને પણ મહત્ત્વ આપ્યું છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ ધરાવતી આ ફિલ્મને પાન ઈન્ડિયા રિલીઝ કરવાનો પ્લાન છે. તેથી આગામી સમયમાં સાઉથના સ્ટાર્સનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/