fbpx
બોલિવૂડ

રણબીર કપૂરનો ‘એનિમલ’ ફિલ્મનું ધમાકેદાર ટિઝર

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. જાે કે અત્યાર સુધીમાં લોકોએ રણબીરને રોમેન્ટિક સીનમાં વધારે જાેયો છે જ્યારે હવે એનિમલમાં એક્ટરનો હવે સૌથી અલગ લુક જાેવા મળશે. જ્યારથી આ મુવીની ઘોષણા કરવામાં આવી છે ત્યારથી ફેન્સ ટિઝરને લઇને રાહ જાેઇ રહ્યા છે. હવે મેકર્સે ફેન્સનો પૂર્ણવિરામ મુકતા ટિઝર રિલીઝ કરવાની ઘોષણ કરી દીધી છે.

આ સાથે રણબીર કપૂરનો નવો લુક પણ સામે આવ્યો છે. આ નવા લુકે ફેન્સની બોલતી બંધ કરી દીધી છે. ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીએ હાલમાં એક ફિલ્મના ટિઝરને લઇને ઘોષણા કરીને નવુ પોસ્ટર રિલીઝ કર્યુ છે, જેમાં રણબીર કપૂરનો ઘાંસૂ લુક જાેવા મળી રહ્યો છે. ન્યુ લુકમાં રણબીરે ગોગલ્સ પહેરેલા છે અને સ્મોક કરતો જાેવા મળી રહ્યો છે. સંદીપે આ પોસ્ટર શેર કરતા જણાવ્યુ છે કે એનિમલનું ટિઝર રણબીર કપૂરના બર્થ ડેના દિવસે એટલે ૨૮ સપ્ટેમ્બરના રોજ સવારમાં ૧૦ વાગે રિલીઝ કરવામાં આવશે.

ટિઝરની ડેટ અને ન્યુ લુક રિલીઝ કર્યા પછી ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે અને આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એનિમલ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સીરિઝ, મુરાદ ખેતાનીના સિને ૧ સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિક્ચર્સ બેનર હેઠળ થયુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સિવાય અનિલ કપૂર, તૃપ્તી દિમરી અને સૌરભ શુક્લા જેવા ટેલેન્ટેડ સ્ટાર્સના હોવાની પણ ચર્ચાઓ છે. ૮ ગીતો સાથે મ્યુઝિકલ ફિલ્મ હશે જે ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ દેશભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મના પહેલા રાઇટર ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા કબીર સિંહ અને અર્જૂન રેડ્ડી જેવી ફિલ્મોમાં પોતાનો કમાલ દેખાડી ચુક્યા છે. આમ, વાત કરવામાં આવે તો રણબીરનો ફેન્સ વર્ગ બહુ મોટો છે. રણબીર પોતાના ફોટાથી લઇને બીજી અનેક રીતે ચર્ચામાં રહેતો હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/