fbpx
બોલિવૂડ

ડાયરેક્ટર એટલીએ શાહરૂખ ખાન સાથેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું

દિગ્દર્શક એટલી, જેમની તાજેતરમાં રિલીઝ થયેલી ‘જવાન’ બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘પઠાણ’ પછી સતત બીજી મોટી હિટ ફિલ્મ સાથે બોલિવૂડમાં પોતાનું શાસન ચાલુ રાખનાર શાહરૂખે એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. હાલમાં જ એટલીએ શેર કર્યું હતું કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે તેની પ્રથમ મુલાકાત કેવી હતી. સાઉથના હિટ ડાયરેક્ટર તરીકે ઓળખાતા એટલીએ જ્યારે કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનને મળ્યો ત્યારે વાર્તા કહી.

તેણે જણાવ્યું કે, કેવી રીતે સુપરસ્ટારે તેને કહ્યું કે તે ‘એટલી ફિલ્મ’ કરવા માંગે છે. ડિરેક્ટરે એક એજન્સી સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ‘જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે શાહરૂખે મને કહ્યું કે હું ‘એટલી ફિલ્મ’ કરવા માંગુ છું. મેં તેને પૂછ્યું, ‘સર, ‘એટલી ફિલ્મ’ શું છે?’ તો તેણે કહ્યું કે, હું એવી ફિલ્મનો ભાગ બનવા માંગુ છું જેમાં માસ ડિરેક્ટર તરીકે તમારી સહી હોય.

એટલીએ વધુમાં કહ્યું કે, જ્યારે શાહરૂખે તેને કહ્યું કે આ ફિલ્મ સંપૂર્ણપણે તેની હશે અને તેના અને તેમા તેની સહી હશે, ત્યારે ડિરેક્ટર ખુશ થઈ ગયા. તેણે કહ્યું, ‘હું નસીબદાર છું કે, મને શાહરૂખ, નયનથારા, વિજય સેતુપતિ, દીપિકાની આટલી શાનદાર ટીમ મળી. તેણે મને મારું સર્વશ્રેષ્ઠ કરવા માટે પ્રેરણા આપી અને મને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. દિગ્દર્શકે વધુમાં કહ્યું કે ‘જવાન’નો કેનવાસ એટલો મોટો છે, તે આશ્ચર્યજનક નથી કારણ કે, ફિલ્મને બનાવવામાં ૪ વર્ષ લાગ્યા હતા. રોગચાળાને કારણે શૂટિંગને અસર થઈ હતી. એટલાએ એમ પણ કહ્યું કે, આ સમય દરમિયાન મને મારા પરિવાર તરફથી ઘણો ટેકો મળ્યો, મારી પત્ની પ્રિયા અને મિસ્ટર ખાન બંનેએ મને આના નિર્માણ દરમિયાન છેલ્લા ૪ વર્ષમાં એક ટીમ તરીકે જે પડકારોનો સામનો કર્યો તેનો સામનો કરવા માટે મને શક્તિ આપી. આ દરમિયાન, તેણે સંકેત આપ્યો કે તે ર્ં્‌્‌ દર્શકો માટે કંઈક ખાસ લાવવા જઈ રહ્યો છે. તેણે કહ્યું કે, તે કેટલાક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ર્ં્‌્‌ પર ટૂંક સમયમાં કંઈક મોટું થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/