fbpx
બોલિવૂડ

ગ્લેમરસ દેખાવું છે, ઉંમર છૂપાવવી નથી : કરીના કપૂર

કરીના કપૂર ખાને ગુરુવારે પોતાનો ૪૩મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સાવકી દીકરી સારા અલી ખાન ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ અને ચાહકોએ કરીનાને આ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. પ્રોડક્શન હાઉસ અને સ્ટારના સ્ટેટસ જાેઈ ફિલ્મની ઓફર સ્વીકારનારી કરીનાએ ઓટીટી પ્લેટફોર્મ પર ઝંપલાવ્યું છે. તેમની પહેલી ઓટીટી ફિલ્મ જાને જાન રિલીઝ થવાની તૈયારીમાં છે. જાપાનીઝ નોવેલ ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ આધારિત ફિલ્મના પ્રમોશન દરમિયાન કરીનાએ જણાવ્યુ હતું કે, ગ્લેમરસ દેખાવાનું તેમને ગમે છે, પરંતુ હવે ઉંમર છૂપાવવા માગતી નથી.

કરીના કપૂર બે સંતાનોની માતા હોવાની સાથે કરીના કપૂર ગૃહિણી તરીકેની ફરજ પણ બજાવી રહી છે. કરીનાએ ફિલ્મોમાં કરિયર જાળવી રાખી છે અને વધતી ઉંમરની સાથે ગ્લેમરસ ઈમેજ પણ ટકાવી છે. કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડી અને ગ્લેમરસ ફોટોગ્રાફ શેર કરતી રહે છે. કરીના કપૂર ખાનને લાખો લોકો ફોલો કરી રહ્યા હોવાથી અનેક જાણીતી બ્રાન્ડ્‌સ દ્વારા પ્રમોશન માટે તેમની મદદ લેવાય છે. કરીનાની સ્ટાઈલ અને ગ્લેમર ૪૩ વર્ષે પણ અકબંધ છે. કરીનાએ આ અંગે જણાવ્યું હતું કે, તે બે સંતાનોની માતા છે. વધતી ઉંમર તો માત્ર આંકડો છે. વધતી ઉંમરની સાથે પોતે વધારે સમજદાર થઈ હોવાનું કરીનાએ જણાવ્યું હતું. ઉંમર વધી રહી હોવાની હકીકતથી દૂર ભાગવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. કરીનાએ વધુમાં સ્વીકાર્યું હતું કે, હંમેશા માત્ર ૨૦ વર્ષની જ ઉંમર રહે તે શક્ય નથી અને મારે હંમેશા ૨૦ વર્ષના રહેવું પણ નથી. ઉંમરની સાથે પોતાના કેરેક્ટર અને ઈમેજમાં પણ ફેરફાર આવ્યો હોવાનું કરીનાએ સ્વીકાર્યુ હતું. ઓટીટી ફિલ્મ જાને જાનમાં કરીનાની સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત લીડ રોલમાં છે. આ ઉપરાંત તબુ અને ક્રિતિ સેનન સાથે ધ ક્રૂમાં પણ તેમનો મહત્ત્વનો રોલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/