fbpx
બોલિવૂડ

સિનેમાઘરોમાં ફિલ્મ જવાન મચાવી ધમાલ, ૧૭ દિવસમાં કુલ કલેક્શન ૫૪૪.૯૮ કરોડ

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (ત્નટ્ઠુટ્ઠહ) સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. જવાને બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી તમામ ફિલ્મોને માત આપી છે. હવે કમાણીના મામલામાં જવાન સાથે સ્પર્ધા કરવી દરેક માટે મુશ્કેલ બની ગઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ બધાને માત આપીને આગળ વધી છે. જવાને ૧૬માં દિવસે જ ગદર ૨ના કલેક્શનને માત આપી હતી. અને શનિવારના આંકડા બહાર આવ્યા છે.

ફિલ્મની કમાણીમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. હારકર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ, આજે શાહરૂખ ખાનની ફિલ્મનો આ ડાયલોગ તેની રિયલ લાઈફને એકદમ લાગુ પડે છે. જવાને ૧૭માં દિવસે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી શાહરૂખની ફિલ્મ પઠાણ હિન્દી સિનેમામાં સૌથી વધુ બિઝનેસનો ખિતાબ ધરાવતી હતી. એવું માનવામાં આવે છે કે પઠાણે ૭૦ દિવસમાં જે કમાણી કરી હતી તે જવાને માત્ર ૧૭ દિવસમાં કમાઈ લીધી છે. શાહરૂખ ખાનની જવાનનો જાદુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી જ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મે જાેરદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. જાે કે, જવાનની અદ્ભુત કમાણી સફર ચાલુ છે. ૧૬માં દિવસે જવાને ૫૩૨.૯૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.

હવે ૧૭મા દિવસના આંકડા પણ આવી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, જવાને રિલીઝના ૧૭માં દિવસે ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ આ પ્રારંભિક આંકડા છે. જેની સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન ૫૪૪.૯૮ થઈ ગયું છે. શાહરૂખ ખાનની પઠાણે ભારતમાં ૫૪૩.૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ભારતમાં જવાનનું કુલ કલેક્શન ૫૪૪.૯૮ પર પહોંચી ગયું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, પઠાણ હવે જવાનથી પાછળ છે. જાે આ આંકડા સાચા સાબિત થાય છે તો હવે પઠાણ બીજા ક્રમે આવી ગઈ છે અને સૌથી વધુ કમાણી મામલે જવાન નંબર ૧ પર આવી ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/