fbpx
બોલિવૂડ

રાજકુમાર સંતોષી ‘લાહોર ૧૯૪૭’ ફિલ્મનું ડાયરેક્શન કરશે

સની દેઓલે બે દાયકા બાદ ધમાકેદાર કમબેક કર્યું છે. સની અને સમગ્ર દેઓલ પરિવાર હાલ ગદર ૨ની સફળતાને એન્જાેય કરી રહ્યો છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ.૫૨૨ કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું છે અને આગેકૂચ હજુ ચાલુ જ છે. દરમિયાન સની દેઓલ અને આમિર ખાનની સંયુક્ત ફિલ્મ જાહેર થઈ હતી. આમિર ખાને પ્રોડ્યુસર તરીકે સની દેઓલ સાથે ફિલ્મ એનાઉન્સ કરી હતી. આ ફિલ્મનું ટાઈટલ ‘લાહોર ૧૯૪૭’ રાખવામાં આવ્યું છે.

આમિર ખાને ‘લાહોર ૧૯૪૭’ના ડાયરેક્શનની જવાબદારી રાજકુમાર સંતોષીને સોંપી છે. સની અને રાજકુમારની ટીમે અગાઉ ઘાયલ, દામિની અને ઘાતક જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપેલી છે. આમિર ખાન પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આમિર ખાન પ્રોડક્શનની આગામી ફિલ્મનું ટાઈટલ ‘લાહોર ૧૯૪૭’ છે અને તેનું એનાઉન્સમેન્ટ કરતાં સમગ્ર ટીમ ખૂબ ઉત્સાહિત છે.

આ ફિલ્મમાં અમે સની દેઓલ અને ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સાથે હાથ મિલાવ્યા છે. આમિર ખાન પ્રોડક્શન્સે ફિલ્મનું નામ જાહેર કર્યા બાદ આમિર અને સનીના ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. પોતાના ફેવરિટ એક્ટર્સને પહેલી વાર સાથે કામ કરતા જાેવાની ઈચ્છા અનેક સોશિયલ મીડિયા યુઝર્સે જાહેર કરી છે. ગદર ૨ની સફળતા બાદ સની દેઓલને સંખ્યાબંધ ફિલ્મો ઓફર થઈ હોવાના રિપોર્ટ્‌સ હતા. સની દેઓલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, આગામી પ્રોજેક્ટ ફાઈનલ કરવામાં તેઓ ઉતાવળ કરવા માગતા નથી.

બીજી બાજુ આમિર અને સની પહેલી વાર સાથે કામ કરશે તેવા રિપોર્ટ્‌સ બહાર આવ્યા હતા. હવે આ મામલે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયુ હતું. ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની છેલ્લી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા ફ્લોપ રહી હતી. ત્યારબાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાનો ર્નિણય કર્યો હતો. આ સમયમાં આમિરે પ્રોડક્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમણે સની દેઓલ સાથે બિગ બજેટ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/