fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘બૈજુ બાવરા’માં સાઈડ રોલ કરશે નયનતારા

સાઉથ સિનેમાની લેડી સુપર સ્ટાર નયનતારાએ બ્લોકબસ્ટર ફિલ્મ જવાનથી બોલિવૂડમાં આગમન કર્યું છે. શાહરૂખ ખાન સાથેની આ ફિલ્મમાં નયનતારાએ પોલીસ ઓફિસર નર્મદા રાયનો રોલ કર્યો હતો. નયનતારાને બોલિવૂડમાં બીજી બિગ બજેટ ફિલ્મ ઓફર થઈ છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ બૈજુ બાવરામાં નયનતારાને મહત્ત્વનો રોલ ઓફર થયો છે. ‘બૈજુ બાવરા’ના લીડ રોલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અગાઉથી ફાઈનલ છે

ત્યારે સાઈડ રોલ કરવા માટે નયનતારા તૈયાર થશે કે નહીં તે કહેવું અઘરું છે.. રિપોર્ટ્‌સ મુજબ, ‘બૈજુ બાવરા’માં રોલની ઓફર સાથે ભણસાલીએ નયનતારાનો સંપર્ક કર્યો હતો. અગાઉ કેટલાક લોકો માનતા હતા કે, આલિયા ભટ્ટની જગ્યાએ નયનતારાની પસંદગી થઈ છે. જાે કે આલિયાના સપોર્ટિંગ રોલમાં નયનતારાને ઓફર થઈ છે. નયનતારાનો રોલ મહત્ત્વનો છે અને આ અંગે માર્ચ મહિનામાં ભણસાલીએ નયનતારા અને પતિ વિજ્ઞેશ સાથે ચર્ચા કરી હતી. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની તાજેતરમાં હિટ રહી છે.

તેથી આ જાેડી ઓડિયન્સને પસંદ આવે તેવી શક્યતા છે.. નયનતારાએ શાહરૂખની ફિલ્મ જવાનમાં લીડ રોલ કર્યો હતો. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે દીપિકા પાદુકોણનો સ્પેશિયલ રોલ હોવાનું કહેવાતું હતું. ફિલ્મનું પ્રમોશન થયું ત્યારે દીપિકા લીડ રોલમાં હોય તેવો માહોલ ઊભો થયો હતો. જેના કારણે નયનતારા નારાજ થઈ હતી અને ત્યારબાદ બોલિવૂડના પ્રોજેક્ટ્‌સમાં સાવચેતી રાખવાનો ર્નિણય કર્યો હતો. નયનતારાએ બાદમાં આ પ્રકારના અહેવાલો ફગાવ્યા હતા. જાે કે સોર્સીસનું માનવું છે કે, બોલિવૂડનો નવો પ્રોજેક્ટ નક્કી કરતાં પહેલા નયનતારા ખૂબ સાવચેતી રાખશે. જેના કારણે ભણસાલી અને નયનતારા વચ્ચે દરેક બાબતે સંમતિ થાય તો જ ‘બૈજુ બાવરા’માં નયનતારાની એન્ટ્રી થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/