fbpx
બોલિવૂડ

કાર્તિક આર્યન માટે ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મમાં યુદ્ધનો એક સીન સૌથી વધારે પડકારજનક

નવી પેઢીના એક્ટર્સમાં કાર્તિક આર્યનને પડકારો ઝીલવામાં સંકોચ થતો નથી. સત્ય પ્રેમ કી કથામાં રોમેન્ટિક પતિના રોલ બાદ કાર્તિકે આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં ભારતીય સૈનિકનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં યુદ્ધનો એક સીન ૮ મિનિટ લાંબો હતો. કાર્તિક આર્યને એક જ ટેકમાં આખો સીન શૂટ કરી લીધો હતો. કાર્તિકે તેને પોતાની કરિયરના સૌથી વધુ પડકારજનક સીન ગણાવ્યો હતો. આ સીન કરવાનું કાર્તિકને ખૂબ અઘરું લાગ્યું હતું,

પરંતુ યોગ્ય રીતે શૂટ થઈ જતાં તેણે ખુશી વ્યક્ત કરી હતી. કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ચંદુ ચેમ્પિયનની એક ઈમેજ શેર કરી હતી. જેમાં તેણે આર્મી ઓફિસરનો ડ્રેસ પહેરેલો છે. હાથમાં રાઈફલ અને ચહેરા પર આક્રમકતા છે. આ ફોટોગ્રાફ શેર કરતાં કેપ્શનમાં કાર્તિકે લખ્યુ હતું, ૮ મિનિટના સિંગલ શોટનો આ વોર સીને સૌથી વધારે પડકારજનક અને શાનદાર હતો. આ સીન અઘરો જરૂર પતો, પરંતુ અત્યાર સુધીની એક્ટિંગ કરિયરમાં આ શોટ સૌથી વધુ યાદગાર બન્યો છે. કાર્તિકે ફિલ્મના આવી યાદગીરી આપવા બદલ ડાયરેક્ટર કબીર ખાનનો આભાર માન્યો હતો.

ચંદુ ચેમ્પિયન ફિલ્મ ૧૯૬૫ના યુદ્ધ પર બની છે. તેનું શૂટિંગ જમ્મુ-કાશ્મીરની અરુ વેલીમાં થયું છે. ૯૦૦૦ ફૂટની ઊંચાઈએ આર્મી કેમ્પનો સેટ અપ લગાવવામાં આવ્યો હતો. કાર્તિક આર્યન આ ફિલ્મમાં મુરલીકાંત પેટકરની સ્ટોરી રજૂ કરવાના છે. તેઓ ભારતીય સેનામાં ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ કોરમાં ક્રાફ્ટ્‌સમેન હતા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુરલીકાંતે બંને પગ ગુમાવ્યા હતા. તેઓ દેશના પહેલા પેરાલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યા છે. મુરલીકાંતે ૫૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં ૩૭.૩૩ સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. ‘બજરંગી ભાઈજાન’ ફેમ ડાયરેક્ટર કબીર ખાન અને કાર્તિક આર્યન પહેલી વાર સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ થવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/