fbpx
બોલિવૂડ

ફિલ્મ ટાઈગર ૩નું ટ્રેલર રિલીઝ, શાનદાર અને દમદાર રોલ છે સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. હવે ફેન્સની રાહનો અંત આવ્યો છે. ટાઈગર ૩ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાને પોતાના ફેન્સને એક શાનદાર ભેટ આપી છે. સલમાન ખાને ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારીઓ સાથે પરત ફરી રહ્યો છે. ભાઈજાનની ધમાકેદાર એક્શન દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. ટાઈગર ૩ દિવાળીના અવસર પર સ્ક્રીન પર રિલીઝ થવા માટે તૈયાર છે.. ટાઈગર ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી હતી.

હવે ટાઈગર ૩ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. ટ્રેલર જાેઈને લાગે છે કે આ વખતે પણ સલમાનનો બોક્સ ઓફિસ પર દબદબો રહેશે. જે ટ્રેલર સામે આવ્યું છે તે ઘણું શાનદાર છે, જેમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશમી પણ જાેવા મળી રહ્યા છે. ટાઈગર ૩ના ટ્રેલરની શરૂઆતમાં એક મહિલાનો અવાજ સંભળાય છે અને તે કહે છે, “દેશની શાંતિ અને દેશના દુશ્મનો વચ્ચે કેટલું અંતર છે – માત્ર એક માણસ.” ત્યારબાદ બાઈક પર ટાઈગરની એન્ટ્રી થાય છે અને તે ધમાકો કરે છે.. છેલ્લા બે પાર્ટમાં અમે ટાઈગરને દેશ માટે લડતા જાેયો હતો. પરંતુ આ ટ્રેલર પરથી આ સવાલ ઉભો થયો છે કે શું ટાઈગર આ વખતે દેશ માટે લડશે કે તેના પરિવાર માટે. થોડા દિવસો પહેલા ‘ટાઈગરનો મેસેજ’ના નામે એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં પણ આવા જ સવાલો ઉઠી રહ્યા હતા કે ટાઈગર દેશભક્ત છે કે દેશદ્રોહી. ટાઈગર દેશવાસીઓ પાસેથી તેનું કેરેક્ટર સર્ટિફિકેટ માંગી રહ્યો હતો. સલમાન ખાનને ટક્કર આપવા માટે આ વખતે ફિલ્મમાં ઈમરાન હાશમી પણ છે, જે ટ્રેલરમાં જ સલમાનની મુશ્કેલીમાં વધારો કરતો જાેવા મળી રહ્યો છે. ઈમરાનનો લુક એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝને એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મ ૧૨ નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/