fbpx
બોલિવૂડ

એનિમલ સોન્ગ સતરંગા સોન્ગ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ફેન્સમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સાબ છે. મેકર્સે હાલમાં આ ફિલ્મનું બીજું સોન્ગ રિલીઝ કર્યું છે. આજે એનિમલ ફિલ્મનું નવુ ગીત ‘સતરંગા’ રિલીઝ થયુ છે. આ ગીતમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની જાેડી સૌનું ધ્યાન ખેંચી રહી છે.. ફિલ્મના મેકર્સે લોન્ચ કરેલું એનિમલ સોન્ગ સતરંગા સોન્ગ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. આ સોન્ગમાં કરવા ચૌથના વ્રતની ઝલક જાેવા મળી રહી છે.

રશ્મિકા એક સીનમાં રણબીર કપૂરની સામે કરવા ચૌથનો વ્રત તોડતી જાેવા મળી રહી છે. રણબીરનો લાંબા વાળનો લુક પહેલા જ રિલીઝ થઈ ચૂક્યો છે. ટ્રેલર જાેઈને રણબીરના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.. સતરંગા સોન્ગથી આ ફિલ્મની વાર્તા સમજવા મળી રહી છે. રણબીરને ઘરે મોડેથી આવે છે. તેની પત્ની અને બાળકો તેની રાહ જાેતાજાેતા સૂઈ જાય છે. આ સોન્ગમાં રશ્મિકા લાલ સૂટમાં ખુબ જ સુંદર લાગી રહી છે. રણબીરને જાેઈ રશ્મિકા ઝડપથી કરવા ચૌથનો વ્રત તોડવાની વિદ્યી કરતી જાેવા મળે છે. આ ઈમોશનલ સોન્ગ અરિજીત સિંહના અવાજને કારણે વધારે સુંદર લાગી રહ્યું છે.. સતરંગા ગીત આ ફિલ્મનું બીજું ગીત છે. આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણબીર અને રશ્મિકા સ્ક્રીન શેયર કરતી જાેવા મળે છે. ૧ નવેમ્બરે કરવા ચૌથનો વ્રત રાખવામાં આવે છે. તે પહેલા કરવા ચૌથના આ સોન્ગને રિલીઝ કરવાનો પ્લાન ખુબ જ સારો રહ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/