fbpx
બોલિવૂડ

ધ આર્ચિઝ ટ્રેલર રિલીઝ, દોસ્તી, પ્રેમ અને ડ્રામા પર બેઝ છે ફિલ્મ

ઝોયા અખ્તરે નિર્દેશિત કરેલા ‘ધ આર્ચીઝ’ ઘણા સમયથી ન્યૂઝમાં છે. જાે કે આ ફિલ્મના ટ્રેલર માટે લોકોને ઘણી રાહ જાેવી પડી હતી. આખરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમ કે બધા જાણે છે કે આ ફિલ્મથી ઘણા સ્ટાર કિડ્‌સ એકસાથે ડેબ્યૂ કરવાના છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.. લોકો સુહાના ખાન અને ખુશીના ડેબ્યુની આતુરતા પુર્વક રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જાેયા બાદ ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.

આ પહેલા પણ મેકર્સે આ ફિલ્મના બે ગીતો રિલીઝ કરી દીધા છે. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ માહિતી બધા સાથે શેર થઈ હતી કે ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર ૯મી નવેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે.. નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની સ્ટોરી કેટલાક ફ્રેન્ડ્‌સની છે. જેમાં પ્રેમ, રોમાન્સ અને ડ્રામા પણ જાેવા મળવાનો છે. ખુશી કપૂર અને સુહાના કપૂરને બેસ્ટ ફ્રેન્ડ તરીકે બતાવવામાં આવી છે. જેણે પોતાનું દિલ એક જ છોકરાને આપ્યું છે અને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે એક જ છોકરાએ બંને સુંદરીઓને પોતાના લવમાં ફસાવી દીધી છે.. બીજી તરફ જાે ડ્રામા વિશે વાત કરીએ તો ફિલ્મમાં સુહાનાને એક અમીર ફાધરની દીકરી તરીકે બતાવવામાં આવી છે. જેઓ જંગલનો નાશ કરીને તેના પર નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે. પરંતુ સુહાનાના મિત્રો આ વાતને કારણે સુહાનાથી નારાજ દેખાય છે. સુહાના તેના ફાધરની વિરુદ્ધ જાય છે અને તેના તમામ મિત્રોને સપોર્ટ કરે છે અને સાથે મળીને જંગલને બચાવવા માટે કાર્ય કરે છે. જાે કે સ્ટોરીમાં છેલ્લે શું થશે તે માટે ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જાેવી પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/