fbpx
બોલિવૂડ

કોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રી લુઆના એન્ડ્રેડને જીવ ગુમાવ્યોસર્જરીના અઢી કલાક પછી, હૃદય અચાનક ધબકતું બંધ થઈ ગયું હતું

બ્રાઝિલિયન ઈન્ફ્લુએન્સર અને બ્રાઝિલની પ્રખ્યાત અભિનેત્રી લુઆના એન્ડ્રેડને માત્ર ૨૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. ઈન્ફ્લુએન્સરના મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. મળતી માહિતી મુજબ, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને ૪ વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પણ બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

સર્જરીના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય અચાનક ધબકતું બંધ થઈ ગયું. જાે કે તેની હાલત ખરાબ થતા તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોકટરોએ અભિનેત્રીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો અનુસાર, લુઆના સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં તેના ઘૂંટણ પર લિપોસેક્શન સર્જરી કરાવી રહી હતી… લિપોસેક્શન સર્જરી એક પ્રકારની કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમિયાન શરીરના કોઈપણ ભાગમાંથી ચરબી દૂર કરવામાં આવે છે. અભિનેત્રી આ સર્જરીની મદદથી પોતાના ઘૂંટણ પાસેની ચરબી ઓછી કરી રહી હતી. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સર્જરીમાં વિક્ષેપ પડ્યો હતો અને દર્દીની તપાસ કરવામાં આવી હતી, જે બાદ અભિનેત્રીને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને દવા અને હેમોડાયનેમિક આપવામાં આવ્યું હતું.

તે તેના બોયફ્રેન્ડ જાેઆઓ હદાદ સાથે રહેતી હતી, જેણે બ્રાઝિલિયન મોડલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. “હું દિલથી ભાંગી ગયો છું અને મારું સૌથી ખરાબ સ્વપ્ન જીવું છું. મારો એક ભાગ ચાલ્યો ગયો છે,” તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું. “મારા પ્રિય ઉપરાંત, તમે હંમેશા મારા સાથી છો અને રહેશો, મારા પ્રેમ. આજે, ભગવાનની યોજનાઓને સમજવી મુશ્કેલ છે,” તેણે તેના અને લુઆનાના ફોટા સાથે આ પોસ્ટ લખી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર સહિત ઘણી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લુઆનાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કરતા નેમારે લખ્યું, “એક દુખદ દિવસ, બે ખૂબ જ ખરાબ સમાચાર સાથે.” મિત્રનું મૃત્યુ. સમગ્ર પરિવાર પ્રત્યે મારી સંવેદના! ભગવાન લુઆનાને ખુલ્લા હાથે આવકારે.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/