fbpx
બોલિવૂડ

બોલિવુડ અને સાઉથ સ્ટાર એક્ટ્રેસ નયનતારા વિષે જાણો કેટલીક રસપ્રદ વાતો..

જવાન એક્ટ્રેસ નયનતારા તે હાલમાં બોલિવુડ ફિલ્મ જવાન માટે ચર્ચામાં છે, પરંતુ તેને પોતાની આવડતથી સાઉથમાં ધૂમ મચાવી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ૭મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. એડવાન્સ બુકિંગના કારણે આ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી છે, પરંતુ તેની સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પણ ચર્ચામાં છે. આ લિસ્ટમાં ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ નયનતારાનો પણ સમાવેશ થાય છે. નયનતારા પર્સનલ લાઈફ અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. કર્ણાટકના બેંગ્લોરમાં જન્મેલી નયનતારાને કોઈ ઓળખની જરૂર નથી. તેનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે અને તે ખ્રિસ્તી ધર્મની હતી. તેનો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો અને તે સીરિયન ખ્રિસ્તી તરીકે ઉછેર થયો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે નયનતારા ક્યારેય એક્ટ્રેસ બનવા માંગતી ન હતી. તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેનું કરિયર બનાવવું હતું. થોડા સમય પછી તેને એક મોડેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેને નિર્દેશક અંથિક્કડની નજર આવી. આ પછી માત્ર એક જ ફિલ્મ કરવાના વચન સાથે, નયનતારાએ એક એવી સફર શરૂ કરી, જેમાં તે ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં કામ કરવા માટે ડાયનાએ પોતાનું સ્ક્રીન નામ બદલીને નયનતારા રાખ્યું હતું… નયનતારાના ધર્મ વિશે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. કહેવાય છે કે નયનતારાએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૧ દરમિયાન નયનતારાએ ચેન્નાઈના આર્ય સમાજ મંદિરમાં હિન્દુ ધર્મ અપનાવ્યો.

તેમણે વૈદિક શુદ્ધિકરણ પ્રક્રિયા ‘શુદ્ધિ કર્મ’ને અનુસરીને ધર્મ સ્વીકાર્યો. તમને જણાવી દઈએ કે નયનતારાની પાસે હિંદુ ધર્મ અપનાવવાનું પ્રમાણપત્ર પણ છે. આ મામલે નયનતારાએ કહ્યું હતું કે હા, મેં હિંદુ ધર્મ અપનાવ્યો છે અને તે વ્યક્તિગત પસંદગી છે. વારંવાર પ્રશ્ન થાય છે કે નયનતારાએ ધર્મ પરિવર્તન કેમ કર્યું? ઘણા મીડિયા રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નયનતારાએ પ્રેમના પ્રભાવમાં પોતાનો ધર્મ બદલવાનો ર્નિણય લીધો હતો. એવું કહેવાય છે કે નયનતારા એક્ટર-ડાયરેક્ટર પ્રભુદેવા સાથે રિલેશનશિપમાં હતી. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પ્રભુદેવ પહેલાથી જ પરિણીત હતા. તેમનો પ્રેમ એ હદે ખીલ્યો કે વર્ષ ૨૦૦૯ દરમિયાન બંને સાથે રહેવા લાગ્યા. આ પછી પ્રભુદેવાની પત્ની લતાએ ધમકી આપી હતી કે જાે નયનતારા અને તેના પતિના લગ્ન થશે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે. ચારે બાજુથી વધતા દબાણને જાેઈને નયનતારા અને પ્રભુદેવા વર્ષ ૨૦૧૨માં કાયમ માટે અલગ થઈ ગયા. કહેવાય છે કે નયનતારાએ પ્રભુદેવ માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો.

નયનતારા અને વિગ્નેશ શિવન વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૯ જૂન ૨૦૨૨નો રોજ લગ્ન કર્યા હતા… નયનતારા ઘણીવાર પ્રાદેશિકવાદને લઈને ઉભા થતા પ્રશ્નોમાં ફસાયેલી જાેવા મળે છે. વાસ્તવમાં તેનો જન્મ કર્ણાટકમાં થયો હતો. આવામાં લોકો તેને તમિલિયન માને છે, જ્યારે એવું નથી. વાસ્તવમાં નયનથારાનો જન્મ મલયાલી નસરાની પરિવાર એટલે કે સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેને તમિલ નહીં પણ મલયાલી માનવામાં આવે છે. ૧૯ વર્ષની ઉંમરે ૨૦૦૩માં, નયનતારાને તેની પ્રથમ મલયાલમ ફિલ્મ મનાસિનાક્કરે મળી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. તેના ડેબ્યુના માત્ર બે વર્ષમાં જ નયનતારાને રજનીકાંતની ફિલ્મ ‘ચંદ્રમુખી’ (૨૦૦૫)માં કામ કરવાની તક મળી. આ પછી તેને ક્યારેય પાછું વળીને જાેયું નથી. વર્ષ ૨૦૨૩માં નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

આ તેની પહેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસે માત્ર શાહરૂખ ખાન સાથે રોમાન્સ જ નહીં પરંતુ એક્શન મોડમાં પણ જાેવા મળી હતી. ‘જવાન’ની સફળતાએ નયનતારાની કારકિર્દીને આસમાને પહોંચાડી છે. બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ નયનતારા અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ભારતમાં ૬૪૩.૮૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેની વિશ્વભરમાં કુલ કમાણી ૧૧૪૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફિલ્મના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. કમાણીના મામલામાં ‘જવાન’એ શાહરૂખ ખાનની પાછલી ફિલ્મ ‘પઠાણ’ને પણ પાછળ છોડી દીધી હતી. આ રીતે શાહરૂખ ખાનની ‘જવાન’ નયનતારાની કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ. એટલી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/