fbpx
બોલિવૂડ

બહુપ્રતિક્ષિત ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ થઈ ગયુંબોબી દેઓલ લગભગ ૧૧-૧૨ સેકન્ડ સુધી ફુલ ફોર્મમાં તો ફિલ્મમાં રોલ કેટલો સખ્ત હશે!

રણબીર કપૂરે પોતાના દમદાર અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સ્ટાર કિડ હોવા છતાં તેણે પોતાના સમર્પણ અને મહેનતના બળ પર એક અલગ ઓળખ બનાવી છે. અમે નહીં પણ તેમની ફિલ્મોની સફળતાનો ગ્રાફ આ વાત કહે છે. અભિનેતાની બીજી બહુપ્રતિક્ષિત ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.. રણબીર કપૂરના ફેન્સ તેની આગામી ફિલ્મ એનિમલની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. ધીરે ધીરે આ રાહનો પણ અંત આવી રહ્યો છે. ફિલ્મના ટીઝરને દર્શકોએ આવકાર્યું હતું, હવે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.. ટ્રેલરની વાત કરીએ તો તે પિતા અને પુત્ર વચ્ચેનો અનોખો સંબંધ દર્શાવે છે.

એક પુત્ર તેના પિતા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે પરંતુ તેને પિતા પ્રત્યે ખીજ પણ હોય છે. બંને એકબીજા પર ગુસ્સે છે અને ટોણા મારતા પણ જાેવા મળે છે. ટ્રેલર પરથી લાગે છે કે આ ફિલ્મ પ્રતિસ્પર્ધાની વાર્તા છે પરંતુ સ્પષ્ટપણે વાર્તાની ચાવીનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ સિવાય ફિલ્મમાં રણબીર અને રશ્મિકાના રોમાંસમાં ક્યારેક ખાટો તો ક્યારેક મીઠો છે.. આશ્રમ વેબ સિરીઝથી પોતાની કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરનાર બોબી દેઓલ ફુલ ફોર્મમાં જાેવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેનો રોલ કેટલો સખ્ત છે તેનો અંદાજ ટ્રેલર પરથી લગાવી શકાય છે. ટ્રેલરમાં તે લગભગ ૧૧-૧૨ સેકન્ડ સુધી જાેવા મળે છે અને તે પ્રભાવશાળી છે. ફરક માત્ર એટલો છે કે ટીઝરના અંતમાં બોબીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ ટ્રેલરના અંતે તેણે લોકોના દિલમાં આતંક ફેલાવ્યો છે.. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીરનો લુક ચાહકોને ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. એનિમલ દ્વારા, અભિનેતા પ્રથમ વખત દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. આ સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ચાહકો આ ક્રાઈમ થ્રિલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. ટ્રેલર જાેયા બાદ લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધવાની ખાતરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/