fbpx
બોલિવૂડ

આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર, વિડીયો વાયુવેગે વાઈરલ

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકરની સુપુત્રી અને મોડેલ સારા તેંદુલકર, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રચલિત અભિનેત્રી રશ્મિકા મંદન્ના, બોલીવુડની ક્વિન ગણાતી કેટરિના કૈફ, બોલીવુડની વધુ પ્રચલિત ફિલ્મ ડીડીએલજે અભિનેત્રી કાજાેલ દેવગણ સહિત અન્ય કેટલીક અભિનેત્રીઓ ડીપફેક વીડિયોનો શિકાર બની છે. હવે આ યાદીમાં બોલીવુડ એકટર રણબીર કપૂરની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઈ ગયું છે.

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો એક ડીપ ફેક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે છોકરીના વીડિયોમાં આલિયાનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે.. હવે આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટને ખૂબ જ બોલ્ડ અંદાજમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાે કે, વીડિયોને જાેતા સ્પષ્ટ થાય છે કે આ એક એડિટેડ વીડિયો છે અને તે આલિયાનો નથી. એમ કહેવું ખોટું નહીં હોય કે થોડા દિવસો પહેલા રશ્મિકા મંદન્નાના વાયરલ થયેલા વીડિયો બાદ ડીપફેક્સ ચર્ચામાં આવ્યા હતા. જાેકે, તરત જ ખબર પડી ગઈ હતી કે વાયરલ વીડિયો રશ્મિકાનો નહીં પણ ઝરા પટેલનો છે.

સેલેબ્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને ડીપફેક પર કડક કાર્યવાહી અને કાયદો લેવાની વાત પણ કરી હતી.. જાે કે, ત્યારથી ડીપફેક્સ અટક્યા નથી અને કેટલીક વધુ અભિનેત્રીઓ તેનો શિકાર બની છે. આ યાદીમાં કાજાેલ, કેટરિના કૈફ અને સારા તેંડુલકરનું નામ પણ સામેલ હતું. ટીવી અભિનેત્રીઓ જન્નત ઝુબેર અને અનુષ્કા સેન પણ ડીપફેકનો શિકાર બની છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે પોતાની જાેરદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. આલિયા ભટ્ટની સિનેમેટિક કરિયરની શરૂઆત સ્ટુડન્ટ ઑફ ધ યર ૨થી થઈ હતી. તાજેતરમાં કોફી વિથ કરણ ૮માં કરણે જણાવ્યું હતું કે કેવી રીતે વરુણ ધવન અને સિદ્ધાર્થ આલિયાને ફિલ્મનો ભાગ બનાવવા માંગતા ન હતા. આલિયા છેલ્લે હાર્ટ ઓફ સ્ટોન અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જાેવા મળી હતી. હવે તે ‘જીગરા’માં જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/