fbpx
બોલિવૂડ

બોલીવુડના જાણીતા એક્ટર જુનિયર મેહમૂદનું ૬૭ વર્ષની વયે નિધન

બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા જુનિયર મેહમૂદનુ નિધન થયું છે.થોડા સમય અગાઉ જ તેમની તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી તેમના ચાહકો તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.જુનિયર મહમૂદને સ્ટેજ ૪નું કેન્સર હતું અને ડોક્ટરે પણ તેમને ૪૦ દિવસથી વધુ જીવી શકશે નહીં તેવા પ્રકારની માહિતી આપી હતી. જુનિયર મહમૂદ ૬૭ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. જુનિયર મહમૂદનું મૂળ નામ નઈમ સૈયદ હતું અને આ ઉપનામ તેમને પીઢ હાસ્ય કલાકારે આપ્યું હતું. જુનિયર મહમૂદના નજીકના મિત્ર સલીમ કાઝીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.તો આ પહેલા જાેની લીવરે જુનિયર મહેમૂદ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં તેણે તેના મિત્ર અને બોલિવૂડ અભિનેતા જુનિયર મહમૂદની બગડતી તબિયત અંગે માહિતી આપી હતી. અને તેઓ જલ્દીથી સ્વસ્થ્ય થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અભિનેતા જુનિયર મેહમૂદના નિધનના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે.તે ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો અને ટીવી સ્ટાર્સ સાથે પરિચિત હતા.તે ઇન્ડસ્ટ્રીના એવા કેટલાક સ્ટાર્સમાંથી એક છે જેમણે ૫ દાયકાથી પણ વધારે કામ કર્યુ છે.. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર તેમને લગભગ એક મહિના પહેલા ખબર પડી કે તેને ૪ સ્ટેજનું કેન્સર છે.

ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ગયો હતો અને તેમની તબિયત દિવસે દિવસે બગડી રહી હતી. તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જુનિયર મેહમૂદને પેટનું કેન્સર હતું.તેમના નજીકના મિત્ર સલામ કાઝીએ જણાવ્યું કે તેમની તબિયત બગડી રહી છે અને તેઓ લાઈફ સપોર્ટ પર છે. પરંતુ દુઃખની વાત એ છે કે તેઓ જીવન જીવાની લડાઈમાં હારી ગયા. આપને જણાવી દઈએ કે જુનિયર મેહમૂદે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેણે ૧૯૬૭માં સંજીવ કુમારની ફિલ્મ નૌનિહાલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે કામની શરુઆત કરી હતી. તો તેમણે સંઘર્ષ, બ્રહ્મચારી, દો રાસ્તે, કટી પતંગ, હાથી મેરે સાથી, હંગામા, છોટી બહુ, દાદાગીરી સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પોતાના કરિયરમાં તેણે બલરાજ સાહિનીથી લઈને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું. તે મોટાભાગે રાજેશ ખન્ના અને ગોવિંદાની ફિલ્મોમાં જાેવા મળ્યો હતો. રાજેશ ખન્ના સાથેની તેની ફિલ્મ હાથી મેરે સાથીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/