fbpx
બોલિવૂડ

ફાઈટર ફિલ્મ માટે રિતિક રોશને ૫૦ કરોડ રૂપિયા ફી લીધી

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ફાઈટરનું ટીઝર તેની રિલીઝ સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મમાં હૃતિક રોશનના પાત્રનું નામ શમશેર પઠાનિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતાએ ફિલ્મમાં કામ કરવા માટે મોટી ફી લીધી છે ત્યારે ચાલો જાણીએ આ ફિલ્મમાં રોલ કરવા માટે કોણે કેટલી ફી લીધી છે. હૃતિક રોશન મોસ્ટ પોપ્યુલર એક્ટર છે તેના ઘણી ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે. રિપોર્ટ અનુસાર, રિતિક રોશને આ ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયા ફી લીધી છે.

ફાઈટરમાં દીપિકા પાદુકોણ મીનલ રાઠોડ ઉર્ફે મીનીના રોલમાં જાેવા મળી રહી છે. ટોકિઝકોર્નરના અહેવાલ મુજબ તેણે ૧૫ કરોડ રૂપિયા ફી લીધી છે.. અનિલ કપૂર પણ ફાઈટરનો એક ભાગ છે અને તેને ૭ કરોડ રૂપિયા મળ્યા છે. અનિલે ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ અભિનેતા એનિમલમાં જાેવા મળ્યો હતો, જેમાં તે બલબીર સિંહના રોલમાં જાેવા મળ્યો હતો. કરણ સિંહ ગ્રોવરને ફાઈટર માટે ૨ કરોડ રૂપિયા મળ્યા છે. કરણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને તે જાણીતો ટીવી એક્ટર છે. દીપિકા પાદુકોણ અને રિતિક રોશન પહેલીવાર ફાઈટરમાં સાથે જાેવા મળશે. ટીઝરમાં તેમની સિઝલિંગ કેમિસ્ટ્રીએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ચાહકો તેમની જાેડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફાઈટર ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એરિયલ એક્શન ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર જાેયા બાદ ચાહકો ફિલ્મને મોટા પડદા પર જાેવાની રાહ જાેઈ રહ્યા છે. રિતિક રોશન છેલ્લે વિક્રમ વેધા ફિલ્મમાં જાેવા મળ્યો હતો. જાેકે દર્શકોએ તેને ટાઈગર ૩માં કેમિયો રોલમાં જાેયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/