fbpx
બોલિવૂડ

ફિલ્મ ડંકીએ એડવાન્સ બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ

પઠાણ અને જવાનની સફળતા બાદ હવે ડંકીથી ફરી ધૂમ મચાવવા શાહરૂખ ખાન તૈયાર છે. આ વર્ષમાં કિંગ ખાનની આ ત્રીજી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે. જાેકે કિંગ ખાનની ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા જ એડવાન્સ બુકિંગ મામલે છવાય છે. શાહરુખને આશા છે કે પઠાણ અને જવાનની જેમ ડંકી જાેરદાર કમાણી કરાવશે. જાેકે તેના ટ્રેલર બાદ કિંગખાનના ફેન્સ ફિલ્મને લઈને ઉત્સાહિત છે

ત્યારે એડવાન્સ બુકિંગ મામલે તમામ રેકોર્ડ તુટી ચૂક્યા છે. એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ ચાહકોએ તેમની ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર ૫ કલાકમાં જ ડંકીએ એડવાન્સ બુકિંગ દ્વારા ૧ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. ઈન્ડસ્ટ્રી ટ્રેકર જીટ્ઠષ્ઠહૈઙ્મા એ ટિ્‌વટ દ્વારા આ માહિતી દરેક સાથે શેર કરી છે અને લખ્યું છે કે ડિંકીએ ભારતમાં શરૂઆતના દિવસે ૧ કરોડ એડવાન્સ બુકિંગનો આંકડો પાર કર્યો હતો.. રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનની જાેડીને સાથે કામ કરતા જાેવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ડંકીનુ ટ્રેલર ફેન્સને ઘણું પસંદ આવ્યું હતુ. આ વખતે શાહરૂખ અને મેકર્સે ડંકીનાં પ્રમોશન માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે.

આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રમોશન દેશમાં જ નહીં પરંતુ દુબઈ અને લંડનમાં પણ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે લંડનની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે અહીં ફિલ્મનું શૂટિંગ થયું છે. જાે આપણે ફિલ્મના દિગ્દર્શકની વાત કરીએ તો, તેણે થિયેટરોમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો રજૂ કરી છે. રાજકુમાર હિરાનીએ અગાઉ બ્લોકબસ્ટર ૩ ઈડિયટ્‌સ, પીકે અને સંજુનું નિર્દેશન કર્યું છે. રાજકુમાર છેલ્લા ૨૦ વર્ષથી શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક શોધી રહ્યો હતો હવે આખરે તેને ડિંકી દ્વારા તે તક મળી છે. ડંકી બોક્સ ઓફિસ પર પ્રભાસની સાલાર સાથે ટક્કર કરવા જઈ રહી છે. આ ફિલ્મ ડંકી એક દિવસ પછી એટલે કે ૨૨ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સેલારના એડવાન્સ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ડંકીએ પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગના મામલે સાલારને પાછળ છોડી દીધા છે. સલારે ૧૨ કલાકમાં ૧ કરોડનો આંકડો પાર કર્યો છે. જ્યારે ડંકીએ માત્ર ૫ કલાકમાં આ આંકડો પાર કરી લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/