fbpx
બોલિવૂડ

અભિનેતા અહાન શેટ્ટીનું તાનિયા શ્રોફ સાથે ૧૧ વર્ષ પછી હવે બ્રેકઅપ થયું!

અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર અભિનેતા અહાન શેટ્ટી હાલમાં તેની અંગત જીવનને કારણે ચર્ચામાં છે. અહાન શેટ્ટીના બ્રેકઅપની ચર્ચા અત્યારે જાેર પકડી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ છેલ્લા ૧૧ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે તેમના ૧૧ વર્ષ જૂના સંબંધો તૂટ્યા પછી અહાનની અંગત જીવન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ૧૧ વર્ષ જૂના સંબંધોના તૂટવાથી ફેન્સ પણ ચોંકી ગયા છે. અત્યારે દરેક જગ્યાએ માત્ર અહાન અને તાનિયાની જ ચર્ચા છે. તમને જણાવી દઈએ કે અહાન અને તાનિયા વચ્ચે અણબનાવ કેમ થયો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. એટલું જ નહીં અહાન અને તાનિયાએ ચાલી રહેલી ચર્ચાઓ પર કોઈ સ્પષ્ટ વલણ આપ્યું નથી. અહાન અને તાનિયા સાથે ભણતા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ પછી અહાન અને તાનિયાની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.. ૧૧ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અહાન અને તાનિયાના બ્રેકઅપની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. બંનેએ છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો પણ પોસ્ટ કરી નથી. આ સિવાય બંને છેલ્લા કેટલાક દિવસોથી સાથે જાેવા મળ્યા નથી. પરંતુ બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યાં છે. તાનિયા શ્રોફ એક પ્રખ્યાત મોડલ અને બિઝનેસમેન જયદેવ અને રોમિલા શ્રોફની પુત્રી છે. તાનિયા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. પોતાના ફેન્સ સાથે જાેડાયેલા રહેવા માટે તાનિયા હંમેશા પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની વાત કરીએ તો અહાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. અહાને ફિલ્મ ‘તડપ’માં અભિનેત્રી તારા સુતારિયા સાથે સ્ક્રીન શેર કરી છે. અહાન અને તાનિયા ફિલ્મ ‘તડપ’ની સ્ક્રીનિંગ દરમિયાન પણ સાથે જાેવા મળ્યા હતા. પરંતુ હવે અહાન અને તાનિયાનો સંબંધ અલગ માર્ગ પર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/