fbpx
બોલિવૂડ

નોરા ફતેહીનું પહેલું ઓડિશનનો વિડીયો વાઈરલ

એક્ટ્રેસ નોરા ફતેહીને આજે કોઈ પરિચયની જરૂર નથી. નોરાએ પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. નોરાએ તેના ડાન્સ મૂવ્સ અને એક્ટિંગથી તેના ફેન્સને દંગ કરી દીધા છે. પરંતુ નોરા માટે એક સામાન્ય છોકરીથી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુધીની સફર ઘણી મુશ્કેલ રહી હતી. સફળતાના શિખરો પર ચઢતી વખતે નોરાને ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન નોરાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો નોરા ફતેહીના પહેલા ઓડિશનનો છે. ‘બિગ બોસ 9’માં સ્પર્ધક તરીકે નોરા ફતેહીના પ્રથમ ઓડિશનને કોઈ ભૂલી શક્યું નથી.. પરંતુ ‘દિલબર’ ગીત પર ડાન્સ કર્યા બાદ નોરાની લોકપ્રિયતા અને ખ્યાતિ આકાશને આંબી ગઈ હતી.

ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી અભિનેત્રીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. હાલમાં નોરાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક્ટ્રેસ તેના હાથમાં પ્લૅકાર્ડ પકડેલી જોવા મળે છે. જેના પર અભિનેત્રીની ઊંચાઈ, નામ, ઉંમર અને અન્ય બાબતો લખેલી છે. પહેલા નોરા પોતાનું નામ Naura Fathi એવું લખતી હતી. પરંતુ હવે અભિનેત્રીએ પોતાના નામના સ્પેલિંગમાં થોડો ફેરફાર કર્યો છે. હવે અભિનેત્રીએ પોતાનું નવું નામ નોરા ફતેહી જાહેર કર્યું છે. વાત કરીએ તો નોરાએ 2014માં ફિલ્મ ‘રોર : ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી.. એક વર્ષ પછી નોરા ‘બિગ બોસ 9’માં જોવા મળી અને લોકોનું ધ્યાન ખેંચ્યું. અભિનેત્રી ‘ટેમ્પર’, ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ અને ‘કિક 2’ જેવી ફિલ્મોમાં હિટ ગીતો પર આઈટમ ગીતો કરીને ચર્ચામાં આવી હતી.

નોરાના કામની વાત કરીએ તો અભિનેત્રીએ મ્યુઝિક આલ્બમથી લઈને ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યો છે. ‘નાચ મેરી રાની’, ‘ગરમી’ જેવા ગીતોએ હંમેશા નોરાને ચર્ચામાં રાખી છે. ચાહકો હંમેશા નોરાના ડાન્સ મૂવ્સના વખાણ કરતા જોવા મળે છે. નોરાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. નોરાની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. નોરા હંમેશા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરે છે. નોરાના દરેક ફોટો અને પોસ્ટ પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/