fbpx
બોલિવૂડ

મહેશ બાબુની ફિલ્મના ઈવેન્ટમાં એકટરના ફેન્સ પર પોલીસે લાઠીચાર્જ કર્યો

સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગુંટુર કરમ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા મહેશ બાબુએ જાેરશોરથી ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. તાજેતરમાં, અભિનેતા તેની ફિલ્મના પ્રમોશન માટે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં ગયો હતો, જ્યાં તેના માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એવું કઈ થયુ કે લોકો ભાગ દોડ કરવા લાગ્યા.

ફિલ્મના પ્રમોશનને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન મહેશ બાબુના ચાહકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, પરંતુ તેમના ફેવરિટ એક્ટરને જાેવા માટે ચાહકો એટલા બેકાબૂ થઈ ગયા હતા કે ઈવેન્ટમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જાેઈ શકો છો કે મહેશ બાબુની ઈવેન્ટમાં લોકો એક્ટરને જાેવા માટે ભાગા દોડી કરી રહ્યા હતા.

સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે ‘ગુંટુર કરમ’ની પ્રી-રિલીઝ ઈવેન્ટ દરમિયાન ચાહકોની ભારે ભીડ જાેવા મળે છે. આ દરમિયાન મહેશ બાબુને જાેઈને ચાહકો બેકાબૂ થઈ જાય છે, ત્યારબાદ તેઓ બેરિકેડ તોડીને મહેશ બાબુ તરફ દોડવા લાગે છે. જે બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દોડધામમાં પોલીસને પણ ઈજા થઈ હતી. છદ્ગૈંના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નાસભાગ દરમિયાન એક પોલીસ અધિકારીના પગમાં પણ ફ્રેક્ચર થયું છે.તેમની ઓળખ જૂના ગુંટુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વેંકટ રાવ તરીકે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહેશ બાબુની ‘ગુંટુર કરમ’ને ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

આમાં શ્રીલીલા, મીનાક્ષી ચૌધરી, બ્રહ્માનંદન, રામ્યા કૃષ્ણન અને જગપતિ બાબુ મહત્વની ભૂમિકામાં જાેવા મળે છે. તે ગુંટુર શહેરના અંડરવર્લ્ડ રાજા ગુંટુર કરમની સ્ટોરી છે, જે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટે કામ કરતા પત્રકારના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ આવતી કાલે એટલે કે ૧૨ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં સુપરસ્ટારના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/