fbpx
બોલિવૂડ

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૈફ અલી ખાને જવાબ આપ્યોસૈફ અલી ખાનએ પોતાની હેલ્થને લઈને પ્રશંસકોને અપડેટ આપ્યા

પ્રશંસકો સતત સૈફ અલી ખાનની તબિયત અંગે અપડેટ માંગી રહ્યા હતા. ગઈકાલે તેના અચાનક મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયા હતા જેને લઈને તેના ચાહકો ચિંતિત થઈ ગયા હતા. જાે કે, અહેવાલો અનુસાર તે સ્વસ્થ્ય હોવાની માહિતી મળી હતી ,જે બાદ આજે તે ઘરે પરત ફર્યા છે. હાલમાં જ તે તેની પત્ની કરીના કપૂર સાથે જાેવા મળ્યો હતો અને પોતાની હેલ્થને લઈને અપડેટ આપ્યા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૈફ અલી ખાને પહેલીવાર સામે આવ્યા છે. ૨૨ જાન્યુઆરીએ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેમને સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,

જ્યાં તેમના હાથની કોણીની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તે સ્વસ્થ છે. સૈફ કરીના કપૂર સાથે તેના બાંદ્રા ઘરની બહાર જાેવા મળ્યા હતા. આ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂર એકદમ કેઝ્‌યુઅલ લુકમાં જાેવા મળ્યા હતા. વીરલ ભાયાણીએ તેનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. સૈફે બ્લુ ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. તેમજ તેના હાથ પર પાટો બાંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કરીના કપૂર તેના પતિ સાથે ચાલતી જાેવા મળી હતી. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું કે પ્રેસમાં આવી રહેલા સમાચારોથી તે આશ્ચર્યચકિત છે. તેણે કહ્યું, ‘ન તો મારા ઘૂંટણની સર્જરી થઈ છે

અને ન તો મારી કમર તૂટી છે. આ વસ્તુઓને ખૂબ ખેંચવામાં આવી રહી છે. મને ટ્રાઈસેપ ઈજા થઈ હતી. મને ઘણા સમયથી તેમાં દુખાવો થતો હતો. ક્યારેક ઓછું તો ક્યારેક વધારે. પણ ક્યારેક પીડા અસહ્ય બની જતી. તેની સર્જરીની વાત કરીએ તો સૈફ અલી ખાને ટ્રાઈસેપ્સ સર્જરી કરાવી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન જ તેની પીડા વધુ વધી ગઈ હતી. ક્યારેક પીડા ઓછી હતી, ક્યારેક ઘણી. તેથી તેણે સર્જરી કરાવવાનું નક્કી કર્યું. આ પહેલા પણ સૈફને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૈફ ૨૦૧૬માં રંગૂન ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થયો હતો. ત્યારબાદ તેના અંગુઠાની સર્જરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/