fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘કંગુવા’ પહેલું પોસ્ટર રિલીઝ, કોઈએ એક્ટરને ક્યારેય આવા રૂપમાં નહિ જાેયો હોય

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ હીરોમાંથી વિલન બન્યો કે કેમ તેની ચર્ચાઓ અટકી રહી નથી. બોબી આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને સાઉથના નિર્માતાઓએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. જ્યારથી સાઉથના સુપરસ્ટાર સૂર્યાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કંગુવા’માં બોબી દેઓલ ભૂમિકા ભજવી રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારથી દર્શકો ફિલ્મના તેના ફર્સ્ટ લુકની રાહ જાેઈ રહ્યા હતા. અભિનેતાના જન્મદિવસ પર નિર્માતાઓએ દર્શકોની આ ઈચ્છા પૂરી કરી છે. એનિમલમાં વિલનનો રોલ કર્યા બાદ હવે બધા બોબીને વિલનના રોલમાં જાેવા માંગે છે.

દર્શકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને બોબીને ‘કંગુવા’માં વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. ‘કંગુવા’માંથી બોબીની પહેલી ઝલક સામે આવી છે. અભિનેતાનો ફર્સ્ટ લૂક પોસ્ટરમાં જાેઈને લોકોને ગુસબમ્પ્સનો અનુભવ થયો છે. આ પોસ્ટરમાં બોબી સંપૂર્ણ રીતે સાઉથના રંગોમાં રંગાયેલો જાેવા મળી રહ્યો છે. લાંબા વાળ, એક ડરામણી આંખ, ગળામાં હાડકાંની માળા. બોબીનો આવો લુક પહેલા ક્યારેય નહીં જાેયો હોય.

પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, ‘કંગુવા’ના વિલનની સરખામણીમાં એનિમલમાં ભજવવામાં આવેલા વિલનનું પાત્ર પણ ફિકું લાગે છે. બોબી દેઓલે પોતે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. તેણે કેપ્શનમાં એમ પણ લખ્યું કે, ર્નિદય, શક્તિશાળી, અવિસ્મરણીય. આ ત્રણ શબ્દો જાેયા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે આ પાત્ર ધાર્યા કરતા વધુ ખતરનાક જાેવા મળવાનું છે. સૂર્યાની ‘કંગુવા’નું નિર્દેશન શિવે કર્યું છે. બોબી દેઓલ ઉપરાંત દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. જાે કે, બાકીની સ્ટાર કાસ્ટ સમયાંતરે જાહેર કરવામાં આવશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી વેત્રી પલાનીસામીની છે અને તેનું સંગીત ‘રોકસ્ટાર’ દેવી શ્રી પ્રસાદે આપ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/