fbpx
બોલિવૂડ

૬૭ વર્ષની કવિતા ચૌધરીનું હાર્ટ એટેકથી નિધન

નાના પડદા પર આવી ઘણી સીરિયલ્સ બની છે, જે સામાન્ય લોકોના જીવનમાં પોતાનું ખાસ સ્થાન બનાવે છે. દૂરદર્શનની ખૂબ જ ફેમસ સિરિયલ ‘ઉડાન’ પણ એક એવી જ સિરિયલ હતી, જેની વાર્તાની સાથે-સાથે આ શોના પાત્રોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ સીરિયલમાં અભિનેત્રી કવિતા ચૌધરીએ ૈંઁજી ઓફિસર કલ્યાણી સિંહનું પાત્ર ભજવ્યું હતું. કવિતા ચૌધરીના ચાહકો માટે આજે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે.

૬૭ વર્ષની કવિતા ચૌધરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો અને ઘણા સ્ટાર્સ એકદમ નિરાશ થઈ ગયા છે. અભિનેત્રીના ચાહકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપતા અને પોતાનું દુઃખ વ્યક્ત કરતા જાેવા મળે છે. કવિતા ચૌધરીના ભત્રીજા અજય સયાલે એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટતા કરી છે કે અભિનેત્રીનું ગુરૂવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કવિતા ચૌધરી છેલ્લા ત્રણ-ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી.

કવિતા ચૌધરીની અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એક રિપોર્ટ અનુસાર, તેમણે અમૃતસરની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેના નજીકના મિત્રો અને કલાકારો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા જાેવા મળે છે. આટલું જ નહીં કવિતા ચૌધરી પણ છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. તેઓ લાંબા સમયથી કેન્સરની સારવાર પણ લઈ રહ્યા હતા. કવિતા ચૌધરીના અંતિમ સંસ્કાર અમૃતસરમાં જ કરવામાં આવ્યા હતા.
ઉડાનમાં ૈંઁજી અધિકારી કલ્યાણી સિંહ ઉપરાંત, કવિતા સિંહ ૧૯૮૦ થી ૧૯૯૦ ની વચ્ચે સર્ફ જાહેરાતોમાં લલિતાજીની ભૂમિકા ભજવવા માટે પણ જાણીતી હતી. તે જાહેરાતમાં, તેણીએ એક બુદ્ધિશાળી ગૃહિણીની ભૂમિકા ભજવી હતી, જે હંમેશા તેના પૈસા સમજદારીથી ખર્ચે છે. તમને જણાવી દઈએ કે, કોરોના દરમિયાન ઉડાનનું દૂરદર્શન પર ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે સમયે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કેટલાક લોકો માટે તે માત્ર એક સિરિયલ હતી, મારા માટે આ મારી જાતને એવી પરિસ્થિતિઓમાંથી મુક્ત કરવાનો કોલ હતો જેમાંથી બહાર નીકળવું મને અશક્ય લાગ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/