fbpx
બોલિવૂડ

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ Akaay રાખ્યું

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ફરી ખુશીઓ છવાઈ છે. અનુષ્કાએ ૧૫ ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેના ગુડ ન્યૂઝ તેમણે ૨૦ ફેબ્રુઆરીએ ચાહકો સાથે શેર કર્યા છે. વામિકાના નાના ભાઈનું નામ ‘અકાય’ રાખવામાં આવ્યું છે. ત્યારે અમે તમને આ નામનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે ‘અકાય’ રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

કદાચ તમે પણ જાણવા માગતા હશો કે અનુષ્કા-વિરાટના પુત્ર ‘છાટ્ઠટ્ઠઅ’નો અસલી અર્થ શું છે ? ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર. એક રીતે, આ નામનો અર્થ ભગવાન છે. અકાયનો બીજાે અર્થ પૂર્ણ ચંદ્રમા થાય છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. અનુષ્કાએ લગ્નના ૩ વર્ષ બાદ ૨૦૨૦માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ૨૦૨૧માં અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા નામ વિરાટ કોહલી અને અનુષ્કાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/