fbpx
બોલિવૂડ

“ડ્યૂન પાર્ટ ૨” ૧ માર્ચના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયો, જેણે ત્રણ દિવસમાં રૂ. ૧૫૦૦ કરોડની કમાણી કરી હતી

ગયા અઠવાડિયે બોક્સ ઓફિસ પર હોલીવુડની એક ફિલ્મ આવી છે, જેનું નામ છે ડ્યૂન પાર્ટ ૨. આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ડેનિસ વેલેન્યુવે કર્યું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી ડ્યૂન પાર્ટ ૧ની સિક્વલ છે. ટિમોથી ચેલામેટ, રેબેકા ફર્ગ્યુસન, ઝેન્ડાયા અને ઓસ્ટિન બાલ્ટર જેવા કલાકારો આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ડ્યૂન પાર્ટ ૨ ૧ માર્ચના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં આ ફિલ્મનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ફિલ્મ ઉત્તર અમેરિકામાં અબજાે રૂપિયાની કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં ૧૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગયા વર્ષે, સની દેઓલની ફિલ્મ ગદર ૨ એ થિયેટરોમાં હલચલ મચાવી હતી. ફિલ્મે તેના ૧૦ અઠવાડિયા એટલે કે લગભગ ૭૦ દિવસના જીવનકાળમાં વિશ્વભરમાં ૬૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડૂને પાર્ટ ૨ એ માત્ર ત્રણ દિવસમાં ગદર ૨ની કુલ કમાણી કરતા બમણી કમાણી કરી લીધી છે. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેના જીવનકાળ દરમિયાન ૮૦૦ મિલિયન ડોલર એટલે કે ૬૬૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી શકે છે. ફિલ્મે પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે (ગુરુવાર-રવિવારના પ્રી-શોથી ૧૨ મિલિયન) ઘરેલુ બોક્સ ઓફિસ પર ઇં૩૨.૩૫ મિલિયન એટલે કે રૂ. ૨૬૮ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે ઇં૨૮.૮૫ મિલિયન એટલે કે ૨૩૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને ત્રીજા દિવસે તેણે ઇં૨૧.૮૦ મિલિયન એટલે કે ૧૮૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો. એટલે કે ફિલ્મે ઉત્તર અમેરિકામાં લગભગ ૬૮૮ કરોડ રૂપિયાની મજબૂત કમાણી કરી છે. આ સિવાય ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં ૮૦૪ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની કુલ કમાણી પહેલા વીકેન્ડમાં ૧૪૯૨ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/