fbpx
બોલિવૂડ

ફિલ્મ “બડે મિયાં છોટે મિયાં”નું ટ્રેલર રીલીઝ થઇ ગયું

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈને ચર્ચામાં છે. બંને એક્શન સ્ટાર આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લગભગ ૨ મહિના પહેલા રિલીઝ થયું હતું. જેમાં બંને એક્શન અવતારમાં જાેવા મળ્યા હતા. હવે બડે મિયાં અને છોટે મિયાં ટ્રેલરમાં પણ ધૂમ મચાવતા જાેવા મળે છે. નિર્માતાઓએ મંગળવારે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ કર્યું છે. નિર્માતાઓએ ૧૨.૪૨ વાગ્યે યુટ્યુબ પર ટ્રેલર રિલીઝ કર્યું. આ સિવાય અક્ષય અને ટાઈગર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટે પણ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે.
બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી.

ફેન્સ તેના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરવાની માંગ કરી રહ્યા હતા. હવે હોળીના એક દિવસ પછી ચાહકોને બડે મિયાં છોટે મિયાંના નિર્માતાઓ તરફથી ટ્રેલરના રૂપમાં મોટી ભેટ મળી છે. ટ્રેલર એક્શનથી ભરપૂર છે. આમાં ટાઈગર અને અક્ષયની જાેડી ધૂમ મચાવતી જાેવા મળી રહી છે. ટ્રેલરને જાેઈને સ્પષ્ટ થાય છે કે ઈદના અવસર પર જ્યારે ફિલ્મ સ્ક્રીન પર આવશે ત્યારે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવશે. બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરમાં બે બાબતો મિક્સ કરવામાં આવી છે. પહેલું છે દેશભક્તિ અને બીજું એક્શન. તમને દરેક સીનમાં વાહનોમાં બ્લાસ્ટ, કૂદમકૂદ અને ધમાકા જ જાેવા મળશે. આ સિવાય તેમાં કેટલાક સારા ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યા છે, જેના કારણે તમારી અંદર પણ દેશ માટે કંઈક કરવાનો જુસ્સો ઉકળવા લાગશે.

ટ્રેલરમાં સંવાદ દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનનો વિલન અવતાર ઘણો ખતરનાક સાબિત થવાનો છે. તેનું કોઈ નામ નથી, કોઈ ઓળખ નથી અને કોઈએ તેનો ચહેરો જાેયો નથી. ટ્રેલરમાં તેની ઝલક બતાવવામાં આવી નથી. દરેક જગ્યાએ વિલનને તેના ચહેરા પર માસ્ક પહેરેલો બતાવવામાં આવ્યો છે. ટ્રેલર પરથી સ્ટોરીનો અંદાજાે લગાવી શકાય છે. ટ્રેલર અનુસાર વિલન દેશના સૌથી ખતરનાક હથિયારની ચોરી કરીને બદલો લેવાની ધમકી આપે છે. આ સાથે તે અધિકારીઓને દેશ બચાવવા માટે ત્રણ દિવસનો સમય આપે છે. આટલા મોટા સાયકોપેથ વિલનને પકડવા માટે રોનિત રોય બે એનાથી પણ મોટા સાયકોપેથની જરૂરિયાત વિશે વાત કરે છે અને પછી અક્ષય અને ટાઇગરનો પ્રવેશ થાય છે. બંને એક મિશન પર નીકળ્યા હોય છે પરંતુ અંતે એક ટિ્‌વસ્ટ બતાવવામાં આવ્યો છે. ટ્રેલરના અંતમાં અક્ષય અને ટાઈગર એકબીજા સાથે લડતા જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/