fbpx
બોલિવૂડ

સિરિયલ ‘અનુપમા’ની લીડ રોલ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ અનુપમાના પાત્ર માટે વડાપ્રધાન મોદીની મદદ લીધી હતી

સિરિયલ ‘અનુપમા’થી ્‌ઇઁ ચાર્ટ પર ધૂમ મચાવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી દેશની સૌથી ફેવરિટ વહુ છે. આ જ કારણ છે કે ૈંઁન્ ચાલે છે તો પણ રૂપાલીનો શો સારો ્‌ઇઁ રેટિંગ જાળવી રાખે છે. દરરોજ રૂપાલી સાથે જાેડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બનતા જાય છે અને ભૂલથી પણ જાે સિરિયલ ‘અનુપમા’માં રૂપાલીના પાત્ર સાથે અન્યાય થાય તો દર્શકો ઠ (્‌ુૈંંીિ) પર સીરીયલનો ‘બહિષ્કાર’ કરવાની સીધી ધમકી આપે છે. હાલમાં જ શાહ પરિવારની આ દીકરીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તેના પાત્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કનેક્શન છે. રૂપાલી ગાંગુલી સિરિયલ ‘અનુપમા’માં એક ગુજરાતી મહિલાનું પાત્ર ભજવી રહી છે. શોમાં જાેડાતા પહેલા બંગાળી-મરાઠી સંસ્કૃતિમાં ઉછરેલી રૂપાલી ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાથી સાવ અજાણ હતી.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, અનુપમાના પાત્ર પર કામ કરતી વખતે તેણે વડાપ્રધાન મોદીની મદદ લીધી હતી. આગળ જણાવતા રુપાલી કહે છે કે, તેણે ઁસ્ નરેન્દ્ર મોદીની ગુજરાતી ભાષામાંથી અનુપમાના કેરેક્ટર માટેનો લહેકો શીખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે હિન્દી ભાષામાં ભાષણ આપતા હતા ત્યારે ગુજરાતી ઢબ ધરાવતા કેટલાક શબ્દોનો ઉપયોગ કરે છે. એ જ રીતે અનુપમા પણ ગુજરાતી લહેકા સાથે હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે. રૂપાલીએ કહ્યું કે, માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ તેણે ગુજરાતી એક્સેન્ટ શીખવા માટે તેના પાડોશીની પણ મદદ લીધી હતી. તમને જણાવી દઈએ કે, દર્શકોની પ્રિય અનુપમા પીએમ મોદીને વાસ્તવિક જીવનમાં પણ મળી ચૂકી છે. તાજેતરમાં જ રૂપાલીને દિલ્હીમાં યોજાયેલા કન્ટેન્ટ ક્રિએટર્સ એવોર્ડમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રૂપાલીએ આ એવોર્ડ ફંક્શનમાં જ્યુરી તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમણે આ માહિતી તેમના લાખો ફેન્સ સાથે શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મોટી પોસ્ટ લખતી વખતે તેણે પીએમ નરેન્દ્ર મોદીના પણ ખૂબ વખાણ કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/