fbpx
બોલિવૂડ

એકેડમી એવોર્ડ્‌સે દીપિકા પાદુકોણને સરપ્રાઈઝ આપ્યું, દીવાની મસ્તાનીનો વીડિયો શેર કર્યો

બોલિવુડની ક્વિન દીપિકા પાદુકોણનો ફરી એકવાર જાદુ ચાલ્યો છે. ૨૦૧૫માં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાની આજે પણ સુપરહિટ છે. આ ફિલ્મમાં દીપિકા અને રણવીર સિંહ લીડ રોલમાં જાેવા મળ્યા હતા અને બંનેએ પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન એકેડેમી એવોર્ડ્‌સમાં અભિનેત્રી દીપિકાને સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે. રણવીર સિંહ અને દીપિકાએ દીવાની મસ્તાની ગીતનો મ્યુઝિક વીડિયો શેર કરીને ફિલ્મ વિશે કેટલીક વિગતો શેર કરી છે, જેના પછી અભિનેત્રીના ફેન્સની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જાેવા મળી રહી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને ૨૦૨૪માં ૯ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ ફિલ્મે લગભગ ૩૫૬.૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ભારતમાં લગભગ ૩૫૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને રિલીઝ થયાને ૯ વર્ષ થઈ ગયા છે, તો એકેડમી એવોર્ડ્‌સે દીપિકાને સરપ્રાઈઝ આપ્યું છે, જેના પર પતિ રણવીર સિંહે પણ પ્રતિક્રિયા આપી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને ૨૦૨૪માં ૯ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. દરમિયાન, ધ એકેડમીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલએ તેના પેજ પર ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત દીવાની મસ્તાનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દીપિકા પાદુકોણનો ડાન્સ જાેઈ શકાય છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના નઝર જાે તેરી લગી મેં દીવાની હો ગયીપ ગીતે ૯ વર્ષ પૂરા કરતા પહેલા એક નવો ઈતિહાસ રચ્યો છે. ધ એકેડમીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું ‘દીવાની મસ્તાની’ ગીત શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, ‘શ્રેયા ઘોષાલે આ ગાયું છે. ‘દીવાની મસ્તાની’ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’નું એક હિટ ટ્રેક છે, જેમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સહ-કલાકાર હતા. દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહે પણ આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી છે. અને તેણે લખ્યું છે.- મંત્રમુગ્ધ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/