fbpx
બોલિવૂડ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૩’ના શૂટિંગ દરમિયાન કોલકાતાના હાવડા બ્રિજ પર જાેવા મળ્યો

ભૂલ ભૂલૈયા ૩ કાર્તિક આર્યનની બિગ બજેટની અપકમિંગ ફિલ્મ છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી જાેવા મળશે. બંન્નેએ શૂટિંગ પણ શરુ કરી દીધું છે. હાલમાં બંન્ને કોલકત્તામાં કેટલાક લોકેશન પર શૂટિંગ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તેની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૩’ના શૂટિંગ દરમિયાન કોલકાતાના હાવડા બ્રિજ પર જાેવા મળી રહ્યો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો એનિમલ ફેમ તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન ફિલ્મ ભૂલ ભૂલૈયા ૩માં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. વાયરલ થઈ રહેલા ફોટોમાં કાર્તિક આર્યન રુહ બાબાના લુકમાં જાેવા મળી રહ્યો છે.

કાર્તિક આર્યન બાઈક પર બેસેલો જાેવા મળી રહ્યો છે. કાર્તિકના ચાહકો પણ આ ફોટો જાેઈ ખુશ થયા છે. તમને જણાવી દઈએ કે, ભૂલ ભૂલૈયા ૩માં કાર્તિક આર્યન રુહ બાબાના રોલમાં જાેવા મળશે. તો વિદ્યા બાલન મંજુલિકા બની ફરી એક વાર ચાહકોને ડરાવશે. તૃપ્તિ ડિમરી કાર્તિકની ગર્લફેન્ડના રોલમાં જાેવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થશે. આ પહેલા ભૂલ ભૂલૈયાના ૨ પાર્ટ બોક્સ ઓફિસ પર હિટ રહ્યા છે. જેમાં પહેલા પાર્ટમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે, તો બીજા અને ત્રીજા પાર્ટમાં કાર્તિક આર્યન મહત્વના રોલમાં જાેવા મળી શકે છે. હવે જાેવાનું રહેશે કે, ભૂલભૂલૈયા ૩ બોક્સ ઓફિસ્‌ પર કેટલી કમાણી કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/