fbpx
બોલિવૂડ

રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન શરુ

રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન ૨૧ જૂન એટલે કે, શુક્રવારથી શરુ થઈ ગઈ છે. શોનો ગ્રાન્ડ પ્રીમિયર જિયો પર લાઈવ સ્ટ્રીમ થયો, જેમાં આ સીઝનમાં ધમાકેદાર એન્ટ્રી પણ થવાની છે. મેકર્સે શો શરુ થવાના એક દિવસ પહેલા બિગ બોસના ઘરની ઝલક દેખાડી છે. આ વખત ખુબ જ આલિશાન ઘર તૈયાર કરવામાં આવ્યું છે, મેકર્સે બિગ બોસ ઓટીટીનો વીડિયો શેર કર્યો છે.જેમાં શરુઆત બીબી હાઉસના મેન ગેટથી થાય છે. ગેટની બંન્ને બાજુ શેતાન જાેવા મળી રહ્યા છે, જેના હાથમાં તલવાર છે. ત્યારબાદ ગાર્ડન એરિયામાં એન્ટ્રી થાય છે. જેમાં સ્વિમિંગ પુલ એરિયા ખુબ સુંદર રીતે તૈયાર કરાયેલો જાેવા મળી રહ્યો છે. ત્યારબાદ શેતાનનો ચેહરો જાેવા મળી રહ્યો છે. જેમાં મોઢામાંથી પાણી બહાર આવી રહ્યું છે અને નીચે એક નાનકડું પુલ પણ છે. ત્યારબાદ જિમ એરિયા આવે છે.

બિગ બોસ ઓટીટીનો કિચન એરિયા સુંદર છે જેને ખુબ સારી રીતે શણગારવામાં આવ્યો છે. ઘરના ખુણે ખુણાની ઝલક જાેવા મળી રહી છે. દિવાલ પર ભૂત શૈતાન અને ડ્રેગનની સાથે સાથે જાેકર પણ જાેવા મળી રહ્યા છે. જેનાથી એ સ્પષ્ટ છે કે, આ વખતે કોન્સેપ્ટ ખુબ જ શાનદાર હશે. દિલ્હીની વડા પાવ ગર્લના નામથી મશહુર ચંદ્રિકા દીક્ષિતને બીગ બોસ ઓટીટી સીઝન ૩ની પહેલી સ્પર્ધક જાહેર કરવામાં આવી છે. આ સાથે સાંઈ કેતન રાવ, શિવાની કુમારી સહિત અન્ય કેટલાક સ્ટાર પણ આ શોમાં જાેવા મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અંજુમ ફકીહ, સના મકબુલ,સના સુલ્તાન અને મીકા સિહં પણ જાેવા મળી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/