fbpx
બોલિવૂડ

કાળા રંગના લીધે ૧૦૦૦ ઓડિશન આપવા છતાં બોલીવુડમાં રિજેક્શન જ મળ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને હંમેશા મોટી ચર્ચા થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આનો અનુભવ કર્યો છે. નેપોટિઝમ સિવાય ઘણી અભિનેત્રીઓને ત્વચાના રંગને કારણે રિજેક્શન મળ્યું છે. આવી જ એક અભિનેત્રી એટલે શોભિતા. જેને જેની ત્વચાના રંગને કારણે હિન્દી ફિલ્મમાં નહોતા લેતા, એ અભિનેત્રીએ પોતાના દમ પર મેળવ્યું છે હોલીવુડમાં સ્થાન. શોભિતા ધુલીપાલાએ ૨૦૧૦માં મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ૨૦૧૩ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ હતી.

મોડલ તરીકે કરી હતી કરિઅરની શરૂઆત. શોભિતા ધૂલીપાલાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને તેની ત્વચાના રંગને કારણે સેકડો વાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો. મને મારા ચહેરા પર કહેવામાં આવતું હતું કે તું કાળી છે એટલે નહીં ચાલે. શોભિતા ધુલીપાલાએ પણ કહ્યું હતું કે તેને ઢગલો વાર બોલીવુડમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. તેના શ્યામ રંગના લીધે કોઈ તેને ફિલ્મમાં લેવા તૈયાર નહોંતું. ૧૦૦૦ થી વધુ ઓડિશન આપ્યાં છતાંય બોલીવુડમાં મેળ ના પડ્યો તો ના જ પડ્યો. રંગ કાળો હોવાથી આ હીરોઈનને બોલીવુડમાં કોઈ ફિલ્મમાં લેવા, કોઈ કામ આપવા તૈયાર નહોતું. આજે હોલીવુડમાં આ ભારતીય અભિનેત્રીનો વાગે છે ડંકો. થોડા સમય પહેલા શોભિતાની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘મંકીમેન’ રીલિઝ થઈ હતી, જેને પણ ઘણી પ્રશંસા મળી હતી. શોભિતાએ બોલિવૂડમાં અનિલ કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી, વિકી કૌશલ, વિક્રમ, ઐશ્વર્યા રાય જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/