fbpx
બોલિવૂડ

Stree 2 વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મરક્ષાબંધનના દિવસે, સ્ત્રી ૨ એ ૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ સ્ત્રી ૨એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી ૨એ માત્ર ૫ દિવસમાં જ ૨૨૮ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ૨૦૨૪ની સૌથી વધારે કમાણી કરનારી બોલિવુડની ફિલ્મ બની છે. સ્ત્રી ૨એ આ વર્ષની સૌથી કમાણી કરનાર બોલિવુડ ફિલ્મ ફાઈટરના લાઈફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડ્યું છે. આટલું જ નહિં વીકએન્ડ કલેક્શન મામલે પ્રભાસ-અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કિ ૨૮૯૯ એડીથી પણ આગળ નીકળી છે.

સકનિલ્કના અહેવાલ મુજબ, સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે, સ્ત્રી ૨ એ ૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેની સાથે ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન ૨૨૮.૪૫ કરોડ સુધી પહોંચી ગયું છે. કહી શકાય કે, સ્ત્રી ૨ને રક્ષાબંધનનો પુરેપુરો લાભ મળ્યો છે. હવે આપણે સ્ત્રી ૨ની વાત કરીએ તો વર્ષ ૨૦૧૮માં આવેલી સ્ત્રીની સીક્વલ છે. જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધાકપુરની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મુખ્ય ભુમિકામાં જાેવા મળ્યો છા. સ્ત્રીએ બોક્સ ઓફિસ પર ૧૧૯ કરોડની કમાણી કરી હતી. હવે સીકવલ પણ છપ્પડફાડ કમાણી કરી રહી છે. સ્ત્રી ૨માં ૩ કેમિયો જાેવા મળ્યો છે. જેમાં વરુણ ધવન અને અક્ષય કુમાર તેમજ તમન્ના ભાટિયા પણ છે. ત્યારે હવે સ્ત્રી ૩ આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/