fbpx
બોલિવૂડ

‘થલાઈવેટ્ટિયન પલયમ’ ૨૦ સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે

એમેઝોન પ્રાઇમની સુપરહિટ વેબ સિરીઝ ‘પંચાયત’ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ વર્ષે તેની ત્રીજી સિઝન રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. ‘પંચાયત’ની આગામી સીઝન ૨૦૨૬ સુધીમાં આવવાની આશા છે, પરંતુ તે પહેલા આ સીરીઝનું તમિલ વર્ઝન એમેઝોન પ્રાઇમ દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ‘પંચાયત’ના તમિલ સંસ્કરણનું શીર્ષક ‘થલાઈવટિયન પલયમ’ હશે. આ શ્રેણી ૨૪૦ થી વધુ દેશો અને પ્રદેશોમાં રિલીઝ થશે.

જિતેન્દ્ર કુમારની જગ્યાએ અભિષેક કુમાર ભૂમિકા ભજવશે. ધ વાઈરલ ફીવર દ્વારા બનેલી વેબ સિરીઝ ‘થલાઈવેટ્ટિયન પલયમ’માં સેક્રેટરીની ભૂમિકા ભજવનાર અભિષેક કુમાર સ્ટેન્ડઅપ કોમેડિયન છે. અભિષેક કુમાર તમિલ ‘કોમિકસ્તાન’નો વિજેતા રહ્યો છે. આ વેબ સિરીઝમાં ચેતન કદમ્બી અને દેવર્ષિની મુખ્ય ભૂમિકા ભજવશે. ૨૦ સપ્ટેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર ‘થલાઈવેટ્ટીયન પલયમ’નું સ્ટ્રીમિંગ શરૂ થશે. ‘થલાઈવેટ્ટિયન પલયમ’ નાગા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને તેની વાર્તા બાલકુમારન મુરુગેસને લખી છે. આ શ્રેણીમાં નિયાથી, આનંદ સામી અને પોલ રાજ પણ છે.

જિતેન્દ્ર કુમારની ભૂમિકામાં અભિષેક કુમારને જાેવો ખૂબ જ રસપ્રદ રહેશે. અભિષેક તેની ફની રીલ્સ અને ઈન્ટરનેટ પર વાયરલ સ્ટેન્ડઅપ વીડિયો માટે જાણીતો છે. આ સાથે ચેતન અને દેવદર્શિની રઘુબીર યાદવ અને નીના ગુપ્તાની ભૂમિકામાં જાેવા મળશે. નોંધનીય બાબત એ છે કે આ ‘પંચાયત’ તમિલ કે તેલુગુમાં ડબ કરવામાં આવી નથી. નાગા, ‘થલાઈવેટ્ટીયન પલયમ’ ના દિગ્દર્શક, ઘણી સિરિયલો માટે જાણીતા છે, જેમાં માર્મા દેશમ, વિદાધુ કરુપ્પુ અને રામાણી વિરુદ્ધ રામાણીનો સમાવેશ થાય છે. ‘થલાઈવેતિયાન પલયમ’ની વાર્તા તમિલનાડુના એક ગામ પર આધારિત છે.

પ્રાઈમ વિડિયો ઈન્ડિયાના કન્ટેન્ટ લાઇસન્સિંગ ડિરેક્ટર મનીષ મેઘાણીએ જણાવ્યું હતું કે, “દર્શકોની સતત બદલાતી પસંદગીઓ અમને આકર્ષક વાર્તાઓ સાથે અમારી સ્થાનિક ભાષાની સામગ્રીને વધારવા માટે પ્રેરિત કરે છે. તમિલ દર્શકો તમિલ મૂળ કોમેડી-ડ્રામા શ્રેણીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. લોકોને ‘પંચાયત’ ઘણી પસંદ આવી છે, તેથી આ સીરિઝ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ‘પંચાયત’ વેબ સિરીઝની સરળતાને કારણે લોકો તેની સાથે વધુ જાેડાઈ શક્યા. ‘પંચાયત’માં નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, ચંદન રોય, ફૈઝલ મલિક અને સાન્વિકા મુખ્ય ભૂમિકામાં છે. તેની ત્રણ સિઝન દર્શકોને હસાવવાની સાથે-સાથે રડાવવામાં પણ સફળ રહી છે. ‘પંચાયત’માં તમામ લાગણીઓને ખૂબ જ સારી રીતે સંતુલિત કરવામાં આવી છે, તેનું નિર્દેશન દીપક મિશ્રાએ કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/