fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી

મેષ :- આઠમા સ્થાને નીચ રાશિમાં ચંદ્રનું ભ્રમણ, વાણી ઉપર નિયંત્રણ અને નિર્ણયો લેવામાં કાળજી લેવી, બિનજરૂરી વાદ વિવાદમાં પડવું નહી તે ઉચિત રહેશે, સૂર્ય છઠા સ્થાને હિતશત્રુઓ ઉપર વિજય અપાવવામાં મદદ કરે, શુક્ર વકરી થતા દશમે ધંધા બાબત કાળજી લેવી.
બહેનો :- વાહન ચલાવવામાં અને પાણી વાળી જગ્યા ઉપર કાળજી લેવી.

વૃષભ :- સાતમાં સ્થાને ચંદ્ર દામ્પત્ય જીવન અને ભાગીદારીમાં સંભાળીને ચાલવા જેવો સમય રહે, ખોટી વાતોથી દુર રહેવામાં આપનું ભલું થાય, સૂર્ય પાંચમે સંતાન લક્ષી કાર્ય કરાવે, ગુરુ ધાર્મિક કાર્યોમાં આગળ રાખે.
બહેનો :- મનના તરંગો ઉદ્વેગ વધારનાર બને, શાંત રહેવું.

મિથુન :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર રોગ,શત્રુ સ્થાનમાં રહેતા છુપા શત્રૂઓ હાવી ન થઇ જાય એની તકેદારી રાખવી, સૂર્ય ચોથા સ્થાને સ્થાવર મિલકતના કાર્ય કરાવે, ગુરુ આઠમા સ્થાને આવતા ધંધાકીય બાબતે સંભાળવું પડે.
બહેનો :- જુના સ્ત્રી રોગો ફરી ઉભા ન થાય તેની સાવચેતી રાખવી.

કર્ક :- પાંચમાં સ્થાને ચંદ્ર આગળ અભ્યાસ માટે કે સંતાનોના અભ્યાસ માટે નિર્ણયો લેવામાં તકલીફ કરતા બને, જુના મિત્રોથી સંબંધ સાચવવા, સૂર્ય ત્રીજે સાહસ વધારે, હિમ્મત આપે, ગુરુ સાતમે લગ્નજીવનમાં મધ્યમ.
બહેનો :- સખી સહેલીઓ સાથે આનંદ થઇ શકે.

સિંહ :- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ સુખ સ્થાનમાં રહેતા ભૌતિક સુખો આપે, પરંતુ સમયસર પ્રાપ્ત થવામાં વિલંબ કરાવે, ખેતીવાડીને લગતા કે અન્ય કામ થાય, સૂર્ય બીજા સ્થાને પરિવારથી સારું રહે, ગુરુ છઠ્ઠે આરોગ્ય સંભાળીને કામ કરવું.
બહેનો :- ગૃહ ઉપયોગી કાર્ય વિલંબથી પુરા થાય.

કન્યા :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દુર દેશથી આપના માટે સારા સમાચાર લાવનાર બને, પરંતુ કોઈ પણ નિર્ણયો માટે રાહ જોવી, સૂર્ય આપની રાશિમાં આત્મશક્તિ વધારનાર , ગુરુ પાંચમે લાભની આશા ઉજ્વળ બને.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમોનો લાભ મળે, તીર્થયાત્રા થાય.

તુલા:- બીજા સ્થાનમાં ચંદ્ર આવકની દ્રષ્ટીએ થોડો મધ્યમ સમય રખાવે, પરિવારમાં બહુ જ સાચવીને નિવેદનો આપવા, સૂર્ય બારમાં સ્થાને વડીલ વર્ગની તબિયત સાચવવી, ગુરુ ચોથા સ્થાને ભાગ્યોદય માટે ઉત્તમ રહી શકે.
બહેનો :- પ્રવાસ પર્યટનોનો આનંદ મળે પરંતુ શરીર સંભાળવું.

વૃશ્ચિક :- આપની રાશિમાં ચંદ્ર મનની સ્થિતિ ડામાડોળ રાખનાર બને, છતાં મક્કમ મન રાખશો તો સારું રહેશે, સૂર્ય લાભ સ્થાને આવતા વડીલોથી ખુબ સારો લાભ આપે, ગુરુ ત્રીજા સ્થાને ભાગ્યોદય માટે ઉત્તમ રહી શકે.
બહેનો :- દામ્પત્ય જીવનમાં બિનજરૂરી વિવાદથી દુર રહેવું.

ધન :- બારમાં સ્થાને ચંદ્ર આવક જાવકનું પ્રમાણ જળવાય એવા પ્રયત્નો કરશો, ખોટા ખર્ચ અને બિન ઉપયોગી મુસાફરી ટાળવા પ્રયત્નશિલ રહેવું, સૂર્ય દશમે પૈતૃક સંપતિમાં વધારો કરે, ગુરુ બીજે આવક અનિશ્ચિત રાખે.
બહેનો :- આરોગ્યની તકેદારી રાખી મુસાફરી કરશો તો સારું રહેશે.

મકર :- લાભ સ્થાને ચંદ્ર સ્ત્રીમિત્રો, સ્ત્રી વર્ગના કાર્યમાં વ્યસ્ત રખાવે, જુના મિત્રોથી સારો સહયોગ મળે, સંતાનોના અભ્યાસ માટેનાં કામ થાય, સૂર્ય ભાગ્ય સ્થાને રાજ સત્તા થી સારું રહે, ગુરુ આપની રાશિમાં અગત્યના કામ અટકાવી શકે.
બહેનો :- સંતાનોની જવાબદારી અને કાર્ય વધે, સ્ત્રી પ્રસાધનોમાં સારું.

કુંભ :- દશમાં સ્થાને ચંદ્ર જળમાર્ગ, ખેતી, બાગ બગીચાનાં કાર્ય અને પાણીનાં ધંધા કે સફેદ વસ્તુના ધંધામાં લાભ રહે, સૂર્ય આઠમા સ્થાને વિલ વારસાના કામ થાય, ગુરુ વ્યય ભુવનમાં ધર્મ સામાજિક કાર્ય માટે ખર્ચ થાય.
બહેનો :- પિતૃ પક્ષે પ્રસંગો ચિત જવાનું થાય, આનંદ વધે.

મીન :- ભાગ્ય ભુવનમાં ચંદ્ર સ્ત્રીવર્ગ, માતૃપક્ષ, પત્નીથી ભાગ્યોદયમાં મદદ મળે, ધર્મ કાર્યમાં વ્યસ્ત અને સમાજ સેવાના કામ થાય, સૂર્ય સાતમે દામ્પત્ય જીવનમાં અહં ન ટકરાય એનું ધ્યાન રાખવું, ગુરુ લાભ સ્થાને સંતાનોની પ્રગતિ કરાવે.
બહેનો :- અધુરી ઈચ્છાઓ અને માનતાઓ પૂરી કરવાનો અવસર મળે.

વાસ્તુ :- રાત્રે સુતી વખતે મુખ્ય દ્વાર તરફ પગ ન હોવા જોઈએ, એ રીતે સુવું જોઈએ.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426423386

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/