fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

તા-06-02-2022 થી તા-12-02-2022 સુધીનું રાશીફળ.

મેષ :- બારમાં વ્યયભુવનમાં ચંદ્ર આપને મુસાફરીના યોગ આપનાર, પ્રવાસ માટે પરિવાર સબંધી ખર્ચ કરાવનાર બને, આવક-જાવક બંનેનું સમતોલન રહે, સૂર્ય લાભસ્થાને પિતૃપક્ષ કે અન્ય વડીલ વર્ગથી આર્થિક લાભ આપનાર બને.
બહેનો :- મુસાફરી દરમિયાન આરોગ્ય સાચવવું જરૂરી બને.

વૃષભ :- લાભસ્થાનમાં સાંજ સુધી ચંદ્રનું ભ્રમણ ગુરુની રાશિમાં રહેતા શિક્ષણ ક્ષેત્ર કે અન્ય શિક્ષણ સબંધિત ધંધામાં સારો લાભ, સંતાનોથી સારું રહે, સૂર્યનું દશમાં સ્થાને આગમન સરકાર તરફથી સન્માન મળે.
બહેનો :- જુના મિત્રો-સહેલીઓથી અચાનક મુલાકાત આનંદ આપે.

મિથુન :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ-ધંધામાં પ્રગતી માટેની ઈચ્છા પૂરી કરવાની તક આવશે, નાણાકીય વ્યવસ્થા સારી રીતે સંભાળી શકો, સૂર્યનું ભાગ્યસ્થાને આગમન દુરદેશથી ભાગ્યોદયની તક લાવનાર બને.
બહેનો : પિતૃપક્ષથીશુભ સમાચાર મળે, નોકરિયાત વર્ગને સારો લાભ મળે.

કર્ક :- ભાગ્યસ્થાનમા ચંદ્રનું ભ્રમણ ગુરુની રાશિમાં રહેતા ઈશ્વરીય કાર્ય સામાજિક અને સેવાકીય પ્રવૃતિ કરવાનું બળ આપે, ભાગ્યોદય માટે ભાગ્યની દેવીની કૃપા મળે, સૂર્ય આઠમા સ્થાને વારસાઈના પ્રશ્નોનો સામનો કરાવે.
બહેનો :- નાના-મોટા ભાઈ-બહેન માટે સમય આપવો પડે.

સિંહ : આઠમા સ્થાને ચંદ્ર આવક બાબતની ચિંતા ઓછી રહે, નાણાકીય રીતે કોઈ મુશ્કેલી ન પડે, પરિવારજનો સાથે સમય વ્યતીત કરવાનો આનંદ મળે, સૂર્યનું સાતમા સ્થાને આગમન દાંપત્યજીવન અને ભાગીદારીમાં સંભાળવું.
બહેનો :- વાહન ચલાવવામાં અને ગૃહકાર્યમાં ધીરજ થી કામ કરવું.

કન્યા :- સાતમા સ્થાને ચંદ્ર મનના વિચારોનેશાંત રાખનાર, પોતાના સ્વકાર્યમાં વ્યસ્ત
રાખનાર, આનંદિત રાખનાર, પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રશ્ન હોય તો ઉકેલ લાવનાર બને,સૂર્યનું છઠ્ઠા સ્થાને આગમન શત્રુઓ પર વિજય અપાવે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે સારો અવસર આવે, નવી-નવી ઓળખાણ થાય.

તુલા: છઠ્ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત ખુબજ સાવધાની ભર્યું વર્તન રાખવું, કોર્ટ-કચેરી-મોસાળપક્ષના કાર્યની દોડધામ રહેવાની શક્યતા રહે, સૂર્ય નું પાચમાં સ્થાને ભ્રમણ સંતાનો માટે સમય આપવો પડે.
બહેનો :- જૂના રોગોમાં રાહત થતાં થોડી હળવાશનો અનુભવ થાય.

વૃશ્ચિક :- પાચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપના અધૂરા રહેલા અભ્યાસક્રમને આગળ ચલાવવા,મદદ કરશે, મિત્ર-સ્નેહીજનને મળવાનો આનંદ લઈ શકો છો, સૂર્ય ચોથા સ્થાને આવતા સ્થાવર મિલકત-જમીન-મકાનના કાર્યો કરાવશે.
બહેનો :- સંતાનો ના શિક્ષણની જવાબદારીઓ ઓછી રહેતા રાહત થાય.

ધન :- ચોથા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ ભૌતિક સગવડોનું સુખ વધારનાર, માતૃપક્ષ કે મોસાળપક્ષ થી સારી વાત તમારા આનંદમાં વધારો કરે, સૂર્ય ત્રીજા સ્થાને આવતા આત્મશક્તિ જાગૃત કરી નવી ઉર્જા આપે.
બહેનો :- વાહનસુખ કે અન્ય ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય.

મકર :- ત્રીજા સ્થાનમાં ચંદ્ર આયાત-નિકાસના ધંધામાં કે પરદેશ સાથે સંકળાયેલા કોઈપણ ધંધામાં ખુબ સારા પ્રગતિદાયક સમાચાર આપે, સુર્યની વિદાઈ બીજસ્થાને જતા પરિવારથી સારું રહે, નાણાકીય રીતે મહેનત કરવી પડે.
બહેનો :- ઘણા સમયથી અધુરી રહેલ ધર્મકાર્યની ઈચ્છા પૂરી થાય.

કુંભ :- બીજાસ્થાનમાં ચંદ્ર સાંજ સુધી ભ્રમણ રહેતા ધન, સમૃદ્ધિ અને આવકનું કાર્ય નિયમિત રીતે જળવાય, પરિવારજનોનો સાથ મળે, સૂર્ય આપની રાશિમાં આવતા અટકી ગયેલા કાર્યો પુરા થાય.
બહેનો :- તમારી વાણીની મધુરતા દ્વારા પરિવારનો પ્રેમ જીતી શકો.

મીન : સાંજ સુધી આપની રાશિમાં ચંદ્ર અનેક પ્રકારના શુભ કાર્યોમાં વ્યસ્ત રખાવનાર, સારા કાર્યોના વિચારો આપનાર, પત્ની તરફથી પૂર્ણ પ્રેમ આપનાર બને, સુર્ય વ્યય ભુવનમાં મુસાફરીમાં ખર્ચ થાય વડીલોની ચીંતા રહે.
બહેનો :- દાંપત્યજીવનમાં મધુરતા-સમજદારી વધે.

વાસ્તુ:- કોઈપણ માસની સુદ એકમના પ્રવાસનો પ્રારંભ કરવાથી સર્વકાર્ય સફળ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/