fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.24-04-2022 થી તા.30-04-2022 સુધીનું રાશીફળ.

મેષ :-
ચંદ્ર :- આપની રાશિમાં સૂર્ય-રાહુની યુતિ દશમે ચંદ્ર નોકરિયાત વર્ગને સંભાળવું.
બુધ :- બીજા સ્થાનમાં આવકમાં વધારો કરે, નાણાકીય સારું.
શુક્ર :- બારમાં સ્થાને આવતા સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ થાય.
શની :- લોખંડ, ખનીજ કોન્ટ્રાકટનાં ધંધામાં આકસ્મિક લાભ આપે.
બહેનો :- પિતૃપક્ષે પ્રસંગો સાચવવાનો આનંદ મળે.

વૃષભ :-
ચંદ્ર :- ભાગ્ય સ્થાનમાં ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહથી પુરા થઇ શકે.
બુધ :-આપની રાશી મહત્વના નિર્ણય લેવામાં મદદ કરે.
શુક્ર :- લાભ સ્થાને આવતા સ્ત્રીમિત્રો, સ્ત્રી કસધાનથી લાભ રહે.
શની :- દશમે આવતા નોકરિયાત-ઉદ્યોગ ક્ષેત્રમાં ખુબ સારી મહેનત સફળ થાય.
બહેનો :- ભાગ્યની દેવીની કૃપા તમારા ઉપર ઉતરે.

મિથુન :-
ચંદ્ર :- આઠમાં સ્થાને રહેતા વાણી ઉપર નિયંત્રણ જરૂરી બનશે.
બુધ :- બારમાં સ્થાને રાશિનો સ્વામી આવતા દરેક વાતમાં સંભાળવું.
શુક્ર :- દશમાં સ્થાને શુક્રનું ભ્રમણ રાજયોગ જેવા સુખનો અનુભવ કરાવે.
શની :- પનોતી પૂર્ણ થતા રાહત રહે, અટકેલા કાર્યો પૂર્ણ થાય.
બહેનો :- વાહન ચલાવવામાં ખુબ કાળજી લેવી.

કર્ક :-
ચંદ્ર :- સાતમાં સ્થાને ચંદ્ર દામ્પત્યજીવન-ભાગીદારીમાં સમજદારી દાખવવી.
બુધ :- લાભસ્થાને આકસ્મિક ધનલાભ થાય, ઉઘરાણી છુટ્ટી થાય.
શુક્ર :- કુળદેવીની નિરંતર કૃપાના અધિકારી બનાવે, પત્નીથી ભાગ્યોદય થાય.
શની :- નાની પનોતી શરુ થતી હોય ફસાય ના જવાય એ જોવું.
બહેનો :-ધાર્મિક વિચારોની ઉન્નતી થાય, મન શાંત રાખવું.

સિંહ :-
ચંદ્ર :-છટ્ઠા સ્થાને રહેતા આરોગ્યની તકેદારી રાખવી પડે.
બુધ :- દશમાં સ્થાને ઓદ્યોગિક એકમમાં કામ પુરા થાય, નોકરિયાત વર્ગને સારું રહે.
શુક્ર :- પત્નીના વારસાઈના પ્રશ્નોનું સમાધાન થાય, સ્ત્રીવર્ગથી વાદ-વિવાદ ટાળવો.
શની :- સાતમાં સ્થાને નવી ભાગીદારી નું સાહસ ન કરવું, જુના પ્રશ્નો હલ થાય.
બહેનો :- સ્ત્રી-રોગો કે જુના રોગોમાં રાહત થતા શાંતિ રહે.

કન્યા :-
ચંદ્ર :- પાંચમાં સ્થાને સંતાનોની સફળતાનો આનંદ વધે.
બુધ :-ધર્મકાર્યમાં અગ્રેસર રહેવાનું થાય, ભાગ્યોદય માટે સારું રહે.
શુક્ર :- લગ્નઇચ્છુકો માટે ઉત્તમ સમય, દામ્પત્ય જીવનમાં પ્રેમ વધે.
શની :- છઠા સ્થાને દરેક બાબતોમાં સંભાળવું, હિતશત્રુઓથી સાચવવું પડે.
બહેનો :- મનની મનોકામના પૂર્ણ થાય, સખી, સહેલી, સંતાનથી લાભ રહે.

તુલા :-
ચંદ્ર :- ચોથા સ્થાનમાં ભૌતિકસુખ-વાહનસુખમાં વધારો થાય.
બુધ :-આઠમાં સ્થાને આવતા કોઈના લેખિત સાક્ષી થવું નહિં.
શુક્ર :- છઠા સ્થાને મૂત્રમાર્ગ-પથરી-ગુપ્તરોગમાં રાહત આપે.
શની :- નાની પનોતી પૂર્ણ થતા સ્થાવર મિલકત-સહીત તમામ કાર્ય પૂર્ણ થાય.
બહેનો :- માતૃપક્ષેથી શુભસંદેશ નવી ઉર્જા આપે, ગૃહ ઉપયોગી કાર્ય થાય.

વૃશ્ચિક :-
ચંદ્ર :- ત્રીજાસ્થાને ચંદ્રનું ભ્રમણ આંતરિક સાહસ અને પરાક્રમ વધારે.
બુધ :-ભાગીદારીના ધંધામાં નવું વિચારતા હોય તો સારું, પત્નીથી સારું રહે.
શુક્ર :- પાંચમાં સ્થાને નવા-નવા મિત્રો-સ્ત્રી-મિત્રોથી ઓળખાણ વધે.
શની :- નાની પનોતી શરુ થતી હોય દરેક બાબતોમાં ધીરજ રાખવી.
બહેનો :- આપના નાના ભાઈ-ભાંડું માટે આપ પુરતો સમય આપી શકો.

ધન :-
ચંદ્ર :- બીજા સ્થાનમાં ચંદ્ર આર્થિક-પારિવારિક રીતે સારું રહે.
બુધ :- છટ્ઠા સ્થાને કોર્ટ-કચેરીના કાર્યમાં દોડ-ધામ રહી શકે.
શુક્ર :- ચોથા સ્થાને સુખ-સગવડમાં વધારો થાય, આર્થિક દ્રષ્ટિએ સારું રહે.
શની :- સાડાસાતીમાંથી મુકત થતા નવા જીવનનો અહેસાસ થાય.
બહેનો :- પરિવારમાં તમારું માન-સન્માન કીર્તિમાં વધારો થાય.

મકર :-
ચંદ્ર :- આપની રાશિમાં ચંદ્ર મન ઉપર બોજ ના રાખવો, શાંત રહેવું.
બુધ :- પાંચમાં સ્થાને શેર-સટ્ટામાં અગાઉનું રોકાણ લાભ આપે.
શુક્ર :- ત્રીજાસ્થાને પરદેશથી તમારા માટે ભાગ્યની તક આવી શકે.
શની :- પનોતીનો અંતિમ તબક્કો બહુજ ધીર-ગંભીર રહી પૂર્ણ કરવો.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં સ્થિરતા રાખવા પ્રયત્ન કરવો.

કુંભ :-
ચંદ્ર :- બારમાં સ્થાને ખર્ચનું પ્રમાણ વધારે, બીનજરૂરી મુસાફરી થાય.
બુધ :- ચોથા સ્થાને દસ્તાવેજ-બાનાખત કે અન્ય કાગળના કામ પુરા થાય.
શુક્ર :- પરિવારમાં ખુબજ સારું રહે, આવક પણ સારી અપાવે.
શની :- દરેક કાર્ય ધીરે-ધીરે થાય, ઉચી છલાંગ મારવા ન જવું, પછડાટ આપે.
બહેનો :- બિનજરૂરી ખર્ચ માં કાપ મુકવો, આરોગ્ય સાચવવું.

મીન :-
ચંદ્ર :- લાભસ્થાને- સ્ત્રી-વર્ગ-સફેદ વસ્તુ-લોખંડ-ખનીજથી લાભ.
બુધ :- ત્રીજા સ્થાને ધર્મકાર્ય-સેવાકીય પ્રવૃત્તિમાં તમારું માન વધે.
શુક્ર :- આપની રાશિમાં ઉચ્ચના થતા શ્રેષ્ઠ વિચારો-પત્નીથી સારું-લગ્નયોગ્ય માટે સારું પાત્ર આપે.
શની :- સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થતા હરીફોથી સાવધાની રાખવી.
બહેનો :- અગાઉ કરેલા કાર્યના સુંદર ફળ પ્રાપ્ત કરવાનો આનંદ વધે.

વાસ્તુ:- શનિમહારાજની પનોતીથી બચવા ન્યાયપ્રિય-લોકસેવા-ધર્મધ્યાન-નીતિરીતી રાખવાથી હનુમાનચાલીસા, શનિચાલીસા, શનિ સ્ત્રોત લાભ આપે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/